________________
સ્થાન-૬
૧૨૯
ભાવાર્થ :- નાગકુમા૨રાજ નાગકુમારેન્દ્ર ભૂતાનંદની છ અગ્રમહિષીઓ રૂપા (૨) રૂપાંશા (૩) સુરૂપા (૪) રૂપવતી (૫) રૂપકાત્તા (૬) રૂપપ્રભા.
તે આ પ્રમાણે છે– (૧)
જે રીતે ધરણેન્દ્રની છ અગ્રમહિષીઓ છે, તે રીતે વેણુદેવ, હરિકાન્ત, અગ્નિશિખ, પૂર્ણ, જલકાન્ત, અમિતગતિ, વેલમ્બ અને ઘોષ પર્યંતના સર્વ ભવનપતિના દક્ષિણેન્દ્રોની છ-છ અગ્રમહિષીઓ જાણવી.
જે રીતે ભૂતાનંદની છ અગ્રમહિષીઓ કહી છે, તે જ રીતે ભવનપતિના ઇન્દ્ર વેણુદાતિ, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલપ્રભ, અમિતવાહન, પ્રભંજન અને મહાઘોષ, આ સર્વ ઉત્તર દિશાના ઇન્દ્રોની છ-છ અગ્રમહિષીઓ જાણવી.
ભવનપતિ દેવોના સામાનિક દેવોઃ
५३ धरणस्स णं णागकुमारिंदस्स णागकुमाररण्णो छस्सामाणिय- साहस्सीओ पण्णत्ताओ । एवं भूताणंदस्स वि जाव महाघोसस्स ।
ભાવાર્થ :- નાગકુમારરાજ નાગકુમારેન્દ્ર ધરણના છ હજાર સામાનિક દેવ છે. તે જ રીતે ઉત્તર દિશાના નાગકુમારરાજ નાગકુમારેન્દ્ર ભૂતાનંદનું કથન કરવું યાવત્ મહાઘોષ સુધી સર્વ ભવનપતિ દેવોનું કથન કરવું. તેઓને છ-છ હજાર સામાનિક દેવો જાણવા.
મતિના ભેદ-પ્રભેદઃ
५४ छव्विहा ओग्गहमई पण्णत्ता, , તેં બહા- હિપ્પમોળિTE, વહુમોન્દિર, बहुविधमोगिण्हइ, धुवमोगिण्हिइ, अणिस्सियमोगिण्हइ, असंदिद्धमोगिण्हइ । ભાવાર્થ :- અવગ્રહમતિ(સામાન્યરૂપે અર્થને ગ્રહણ કરનારા મતિજ્ઞાન)ના છ ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) ક્ષિપ્ર અવગ્રહમતિ– શંખ આદિ શબ્દોને શીઘ્ર ગ્રહણ કરનારી બુદ્ધિ, મતિ. (૨) બહુ અવગ્રહમતિ– શંખ આદિના અનેક પ્રકારના શબ્દોને ગ્રહણ કરનારી મતિ. (૩) બહુવિધ અવગ્રહમતિ– ઘણા પ્રકારના વાજિંત્રોના, અનેક પ્રકારના શબ્દ વગેરે ગ્રહણ કરનારી મતિ. (૪) ધ્રુવ અવગ્રહમતિ– એક વાર ગ્રહણ કરેલી વસ્તુને પુનઃ ગ્રહણ કરે ત્યારે તે જ પ્રકારે જાણવાની મતિ. (૫) અનિશ્રિત અવગ્રહમતિ– કોઈ લિંગ, ચિહ્નનો આશ્રય લીધા વિના જાણનારી મતિ. (૬) અસંદિગ્ધ અવગ્રહમતિ– સંદેહ રહિત સામાન્ય રૂપે ગ્રહણ કરનારી મતિ.
५५ छव्विहा ईहामई पण्णत्ता, तं जहा - खिप्पमीहइ जाव असंदिद्धमीहइ । ભાવાર્થ -- ઈહામતિ(અવગ્રહથી જાણેલા પદાર્થને વિશેષ જાણવાની ઇચ્છા)ના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે— ક્ષિપ્ર ઈહા યાવત્ અસંદિગ્ધ ઈહા.