________________
| ૧૨૬ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
અન્ય વસ્ત્રાદિને સ્પર્શે તે રીતે પ્રતિલેખન કરવું. (૪) પ્રસ્ફોટના-વિના કારણ વસ્ત્રોને ઝાટકતા પ્રતિલેખના કરવી. (૫) વિક્ષિપ્તા- પ્રતિલેખિત વસ્ત્રોને અપ્રતિલેખિત વસ્ત્રો ઉપર રાખવા. (૬) વેદિકા- અયોગ્ય આસને બેસીને પ્રતિલેખના કરવી. ४३ छव्विहा अप्पमायपडिलेहणा पण्णत्ता, तं जहा
अणच्चावियं अवलियं अणाणुबंधिं अमोसलिं चेव ।
छप्पुरिमा णव खोडा, पाणिपाणविसोहणी ॥ १ ॥ ભાવાર્થ:- પ્રમાદ-રહિત કરેલી પ્રતિલેખનાના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનર્પિતા- શરીર અથવા વસ્ત્રને હલાવ્યા વિના પ્રતિલેખના કરવી (૨) અવલિતા- શરીર અથવા વસ્ત્રને નમાવ્યા વિના પ્રતિલેખના કરવી. (૩) અનાનુબંધી- ઉતાવળ રહિત-વસ્ત્રોને ઝાટક્યા વિના પ્રતિલેખના કરવી. (૪) અમોસલી– વસ્ત્ર જમીન કે અન્ય વસ્ત્રાદિને સ્પર્શે નહીં, તેમ પ્રતિલેખના કરવી. (૫) છપુરિમનવખોડા- વસ્ત્રના શાસ્ત્રોક્ત વિભાગ કરી, નવ વાર દષ્ટિ ફેરવીને પ્રતિલેખના કરવી. (૬) પ્રાણી-પ્રાણ વિશોધિની- વસ્ત્ર આદિ ઉપર ચાલતા કોઈ પ્રાણી નજરે દેખાય તો તેને પોતાના હાથે યતનાપૂર્વક સુરક્ષિત સ્થાને હિંસા ન થાય તેમ મૂકી દેવા. આ રીતે જીવ રક્ષાના લક્ષ્યપૂર્વક પ્રતિલેખના કરવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રતિલેખનની વિધિ અને તેના દોષોનું નિરૂપણ છે. પ્રતિલેખના :- વસ્ત્ર, પાત્ર વગેરે ઉપધિનું દષ્ટિથી સારી રીતે નિરીક્ષણ કરવું. તે જ રીતે સ્થાન, કાળ વગેરેના નિરીક્ષણને પણ પ્રતિલેખના કહે છે. વ્યવહાર ભાષામાં પ્રતિલેખના માટે “પડિલેહણ” અથવા પલેવણા” શબ્દ વપરાય છે. પ્રમાદ-અપ્રમાદ પ્રતિલેખના :- ઉપયોગ વિના, અવિધિએ પ્રતિલેખના કરવામાં આવે તો તે પ્રમાદ પ્રતિલેખના અને ઉપયોગપૂર્વક, વિધિવત્ પ્રતિલેખના કરવામાં આવે તો તે અપ્રમાદ પ્રતિલેખના કહેવાય છે. તે બંનેના છ-છ પ્રકારનું સ્પષ્ટીકરણ ભાવાર્થથી સ્પષ્ટ છે.
વેદિકા પ્રતિલેખના - વેદિકા એટલે બેસવાની રીત. તેના પાંચ પ્રકાર છે- (૧) ઊર્ધ્વવેદિકા બંને ઘૂંટણોની ઉપર હાથ રાખી પ્રતિલેખના કરવી (૨) અધોવેદિકા-બંને ઘૂંટણોની નીચે હાથ રાખી પ્રતિલેખના કરવી. (૩) તિર્યગુવેદિકા- બંને જાંઘની બાજુમાં હાથ રાખી પ્રતિલેખના કરવી (૪) દ્વિધાવેદિકા- બંને હાથની વચ્ચે બંને જાનુને રાખી પ્રતિલેખના કરવી (૫) એકતોવેદિકા- બંને હાથની વચ્ચે એક જાનુને રાખી પ્રતિલેખના કરવી. આ બધી પ્રતિલેખના સદોષ હોવાના કારણે વર્જનીય છે.
છ પરિમા, નવ ખોડા:- વસ્ત્રનું સારી રીતે પ્રતિલેખન કરવા માટે વસ્ત્રના ત્રણ વિભાગ કરવામાં આવે તેને પુરિમા વિભાગ કહે છે. તે પ્રત્યેક પુરિમ વિભાગના ત્રણ-ત્રણ દષ્ટિઅંડ અર્થાત્ પ્રતિલેખના કરવા