________________
સ્થાન
૧૨૫
ભાવાર્થ :- છ કારણે આત્મા ઉન્માદ–પાગલપણું પામે છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંતોના અવર્ણવાદ કરવાથી. (૨) અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મના અવર્ણવાદ કરવાથી. (૩) આચાર્ય અને ઉપાધ્યાયના અવર્ણવાદ કરવાથી. (૪) ચતુર્વિધ સંઘના અવર્ણવાદ કરવાથી. (૫) શરીરમાં યક્ષનો પ્રવેશ થવાથી. (૬) મોહનીય કર્મના ઉદયથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉન્માદ પ્રાપ્તિના છ કારણનું કથન છે. તેમાં પ્રથમ પાંચ કારણ ઉન્માદ પ્રાપ્તિના નિમિત્ત કારણ રૂપ છે અને અંતિમ કારણ–“મોહનીય કર્મનો ઉદય’ તેનું ઉપાદાન કારણ છે.
પ્રમાદના છ પ્રકાર :४१ छव्विहे पमाए पण्णत्ते, तं जहा- मज्जपमाए, णिद्दपमाए, विसयपमाए, कसायपमाए, जूयपमाए, पडिलेहणापमाए । ભાવાર્થ :- પ્રમાદના-અહિત પ્રવૃત્તિના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મદ્ય પ્રમાદ (૨) નિદ્રા પ્રમાદ (૩) શબ્દાદિ ઇન્દ્રિય વિષય પ્રમાદ (૪) ક્રોધાદિ કષાય પ્રમાદ (૫) ધુત(જુગાર) પ્રમાદ (૬) પ્રતિલેખના સંબંધી પ્રમાદ.
વિવેચન :
પHIL:- અહિતમાં પ્રવૃત્તિ અને હિતમાં અપ્રવૃત્તિને પ્રમાદ કહે છે. મધપાન ચિત્તવૃત્તિને ભ્રાંત કરે છે. બ્રાંત ચિત્ત પાપ પ્રવૃત્તિમાં મસ્ત બની અનંત સંસારનું કારણ બને છે. તે જ રીતે નિદ્રા, ઇન્દ્રિય વિષય આદિ સૂત્રોક્ત પ્રત્યેક કારણ ચિત્તને ચંચળ અથવા બ્રાંત બનાવે છે. વિવેકનો નાશ કરે છે.
શુભ પ્રવૃત્તિનો નાશ થવાથી અનંત સંસારમાં પરિભ્રમણ થાય છે. તેથી તેને પ્રમાદસ્થાન કહ્યા છે. પ્રમાદી-અપ્રમાદીની પ્રતિલેખના :४२ छव्विहा पमायपडिलेहणा पण्णत्ता, तं जहा
आरभडा संमद्दा, वज्जेयव्वा य मोसली तइया ।
पप्फोडणा चउत्थी, विक्खित्ता वेइया छट्ठी ॥ १ ॥ ભાવાર્થ - પ્રમાદપૂર્વક કરેલી પ્રતિલેખના(વસ્ત્ર-પાત્રાદિનું નિરીક્ષણ)ના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આરભડા- ઉતાવળથી વસ્ત્રાદિને સમ્યક્ પ્રકારે જોયા વિના પ્રતિલેખના કરવી. (૨) સંમર્દાવસ્ત્રાદિમાં કરચલી, ખૂણા રહે તેમ પકડી પ્રતિલેખના કરવી. (૩) મોસલી- વસ્ત્રના છેડા જમીનને કે