________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
ભાવાર્થ :- છ કારણે શ્રમણ-નિગ્રંથ આહાર ગ્રહણ કરે તો તે ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. તે કારણ આ પ્રમાણે છે—
૧૨૪
તેં નહીં
(૧) વેદના– ક્ષુધાની પીડા દૂર કરવા. (૨) ગુરુજનોની વૈયાવૃત્ત્વ કરવા. (૩) ઈર્યાસમિતિનું પાલન કરવા. (૪) સંયમની રક્ષા કરવા. (૫) પ્રાણ ટકાવી રાખવા. (૬) ધર્મનું ચિંતન કરવા. ३९ छहिं ठाणेहिं समणे णिग्गंथे आहारं वोच्छिदमाणे णाइक्कमइ, आयंके उवसग्गे, तितिक्खणे बंभचेरगुत्तीए । પાળિયા તવહેવું, સીવુડ્ઝેયળદાર્ ॥ શ્॥
ભાવાર્થ :- છ કારણે શ્રમણ-નિગ્રંથ આહારનો પરિત્યાગ કરે તો તે ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. તે આ પ્રમાણે છે– (૧) જ્વરાદિ આકસ્મિક રોગ આવે, (૨) દેવ, મનુષ્ય, તિર્યંચકૃત ઉપદ્રવ આવે, (૩) બ્રહ્મચર્યની સુરક્ષા માટે ચિકિત્સારૂપે (૪) પ્રાણીઓની દયા માટે (૫) તપની વૃદ્ધિ માટે (૬) શરીરનો સંપૂર્ણ ત્યાગ કરવા માટે અર્થાત્ સંલેખના-સંથારો કરવા માટે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુના આહાર ગ્રહણના અને ત્યાગના છ-છ કારણોનો નિર્દેશ છે. સાધકોનો સંપૂર્ણ પુરુષાર્થ દેહભાવથી દૂર થઈ આત્મભાવમાં સ્થિર થવા માટે જ હોય છે. સાધુ શરીરાદિની પુષ્ટિ માટે આહાર કરતા નથી. પરંતુ સૂત્રોક્ત છ કારણ ઉપસ્થિત થાય ત્યારે આહાર ગ્રહણ કરે છે અને કારણ વિશેષ ઉપસ્થિત થાય તો આહારનો ત્યાગ પણ કરી દે છે.
(૧) રિયઠ્ઠાÇ :– ઈર્યાર્થ. ઈર્યા એટલે માર્ગ-ગમન અને અટ્ઠાણ્ એટલે તેની વિશુદ્ધિ અર્થે. આગળ સાડા ત્રણ હાથ ભૂમિને જોઈને ચાલવું, તેને ઈર્યાવિશુદ્ધિ કહે છે. ભૂખના કારણે કે અશક્તિના કારણે સાધુ ઈર્યાપથની વિશુદ્ધિ બરાબર જાળવી શકતા નથી. ભૂખ અને અશક્તિના કારણે અન્ય સાધુની વૈયાવચ્ચ કે સંયમ વગેરેનું ઉચિત પાલન થઈ શકતું નથી. તેથી ઉપરોક્ત કારણે જ સાધુ આહાર ગ્રહણ કરે છે. શરીર જ્યારે સાધનામાં સહાયક ન બને ત્યારે આહારનો ત્યાગ કરી, શરીરનો ત્યાગ કરી શકે છે. આહાર ત્યાગના કારણો સૂત્રાર્થથી સ્પષ્ટ છે. આ રીતે સાધુને આહાર ગ્રહણ કરવો કે તેનો ત્યાગ કરવો, તે બંનેમાં સંયમ ભાવની પુષ્ટિ અને સાધનાનો વિકાસ છે. તેમાં જ જિનાજ્ઞાની આરાધના છે.
ઉન્માદના કારણો :
४० छहिं ठाणेहिं आया उम्मायं पाउणेज्जा तं जहा- अरहंताणं अवण्णं वयमाणे, अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वयमाणे, आयरिय-उवज्झायाणं अवण्णं वयमाणे, चाउव्वण्णस्स संघस्स अवण्णं वयमाणे, जक्खावेसेण चेव, मोहणिज्जस्स चेव कम्मस्स उदएणं ।