________________
સ્થાન
[ ૧૨૧ ]
अंबट्ठा य कलंदा य, वेदेहा वेदिगादिया ।
हरिया चुंचुणा चेव, छप्पया इन्भजाइओ ॥ १ ॥ ભાવાર્થ – જાતિથી આર્ય પુરુષના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અંબષ્ઠ (૨) કલન્દ (૩) વૈદેહ (૪) વૈદિક (૫) હરિત (૬) ચુંચુણ. આ છ ઇભ્યજાતિના મનુષ્ય છે. |३३ छव्विहा कुलारिया मणुस्सा पण्णत्ता, तं जहा- उग्गा, भोगा, राइण्णा, રૂવલ્લી, ગયા, જોરબા | ભાવાર્થ :- કુલથી આર્ય મનુષ્યના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉગ્ર (૨) ભોગ (૩) રાજન્ય (૪) ઇક્વાકુ (૫) જ્ઞાત (૬) કૌરવ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જાતિ અને કુલની અપેક્ષાએ આર્યના છ-છ ભેદ કહ્યા છે.
જેનો માતૃપક્ષ વિશુદ્ધ હોય તે જાતિઆર્ય અને જેનો પિતૃપક્ષ વિશુદ્ધ હોય તે કુલઆર્ય કહેવાય છે. પ્રાચીન ભારતમાં બે પ્રકારની વ્યવસ્થા હતી. માતૃસત્તાક અને પિતૃસત્તાક. માતૃસત્તાક વ્યવસ્થાને "જાતિ' અને પિતૃસત્તાક વ્યવસ્થાને કુલ' કહે છે. પ્રસ્તુત સૂત્રોમાં છ ઇભ્યજાતિનો ઉલ્લેખ છે. શુભ :- ઈભનો અર્થ છે હાથી. જે વ્યક્તિ હાથી રાખવામાં સમર્થ હોય તે ઈભ્ય કહેવાય છે. ટીકામાં જનશ્રુતિ આધારિત બીજો અર્થ પણ છે કે જેની પાસે ઊંચી સૂંઢ કરેલો હાથી પણ ન દેખાય તેટલી ધનરાશિ હોય તેને ઇભ્ય કહે છે. તેઓની જાતિ તે ઇભ્યજાતિ કહેવાય છે. ૩ - ઉગ્ર. ભગવાન ઋષભદેવે જેની કોટવાળરૂપે નિયુક્તિ કરી હતી તેવો આરક્ષક વર્ગ ઉગ્ર કહેવાયો. તેમના વંશજો પણ ઉગ્ર નામથી પ્રસિદ્ધિ પામ્યા. મો. : જે ગુરુસ્થાનીય ક્ષત્રિય હતા, તે ભોગ કહેવાય અને તેના વંશજ ભોગ કુળના કહેવાય. રફાળા રાજાના મિત્ર સ્થાનીય ક્ષત્રિયોના વંશજ. જણા'IT - ભગવાન ઋષભદેવના વંશજ. ગયા = મહાવીર સ્વામીના વંશજ. શોરબા = કુરુવંશમાં ઉત્પન્ન, શાંતિનાથ પ્રભુના વંશજ. લોકસ્થિતિ:३४ छव्विहा लोगट्ठिइ पण्णत्ता, तं जहा- आगासपइट्ठिए वाए, वायपइट्ठिए उदही, उदहिपइट्ठिया पुढवी, पुढविपइट्ठिया तसा थावरा पाणा, अजीवा जीवपइट्ठिया, जीवा कम्मपइट्ठिया । ભાવાર્થ - લોકસ્થિતિના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આકાશ પ્રતિષ્ઠિત વાયુ, (૨) વાયુ પ્રતિષ્ઠિત પાણી, (૩) પાણી પ્રતિષ્ઠિત પૃથ્વી, (૪) પૃથ્વી પ્રતિષ્ઠિત ત્ર-સ્થાવર જીવ, (૫) જીવ પ્રતિષ્ઠિત અજીવજીવના આધારે અજીવ-શરીરાદિ છે. (૬) કર્મ પ્રતિષ્ઠિત જીવ છે– સંસારી જીવો કર્મ આધારિત છે.