________________
[ ૧૨૦]
શ્રી ઠાણાંગ સૂત્ર-૨
अणाणुगामियत्ताए भवंति, तं जहा- परियाए, परियाले, सुए, तवे, लाभे, पूयासक्कारे । ભાવાર્થ – અનાત્મવાન-અનાત્માર્થી માટે છ સ્થાન અહિતકર, અશુભકર, અક્ષમકર, અનિશ્રેયસકર અને અનાનુગામિકતા (અશુભાનુબંધ) માટે હોય છે, તે આ પ્રમાણે છે– (૧) સંયમ પર્યાય (૨) શિષ્ય પરિવાર (૩) શ્રુત જ્ઞાન (૪) તપ (૫) લાભ (૯) પૂજા સત્કાર. | ३१ छट्ठाणा अत्तवतो हियाए सुभाए खमाए णीसेसाए आणुगामियत्ताए મનંતિ, તે નફા- પરિવાર, પરિયા, , તને, તામે, પૂયા સારે | ભાવાર્થ :- આત્મવાન-આત્માર્થી માટે છ સ્થાન હિતકર, શુભકર, ક્ષમકર(સામર્થ્યકર) નિઃશ્રેયસ્કર અને અનુગામિકતા(શુભાનુબંધ) માટે હોય છે, તે આ પ્રમાણે છે– (૧) સંયમ પર્યાય (૨) શિષ્ય પરિવાર (૩) શ્રુતજ્ઞાન (૪) તપ (૫) લાભ (૬) પૂજા-સત્કાર. વિવેચન :
સૂત્રગત આત્મવાન અને અનાત્મવાન, આ બંને શબ્દ વિશેષ વિમર્શણીય છે. પ્રત્યેક પ્રાણી આત્મવાન જ હોય છે. અહીં આત્મવાન શબ્દ વિશેષ અર્થને સૂચિત કરે છે. અત્તવો :- જે વ્યક્તિ પોતાના આત્મભાવમાં સ્થિર હોય અથવા આત્મભાવમાં સ્થિર થવા માટે પુરુષાર્થ શીલ હોય, આત્મસાધના જ જેનું મુખ્ય ધ્યેય હોય તેવા આત્માર્થી સાધકને અહીં આત્મવાન કહ્યા છે.
તેનાથી વિપરીત આત્મસાધનાના લક્ષ્ય રહિત બાહ્ય-ભૌતિક ભાવોમાં રમણ કરનાર સાધકને અનાત્મવાન કહ્યા છે.
આત્મસાધનાના લક્ષ્ય રહિત વ્યક્તિને પ્રાપ્ત થયેલા પ્રત્યેક સાધનો બંધનું નિમિત્ત બને છે. તેની સંયમ પર્યાય, શિષ્ય પરિવાર, શ્રુતજ્ઞાન આદિ શુભ નિમિત્તો પણ અહંકારનું નિમિત્ત બને છે; સર્વ સંયોગો અશાંતિજનક બને છે અને જેનું આત્મસાધનાનું લક્ષ્ય દઢતમ થઈ ગયું હોય તેને કોઈપણ સંયોગો લાભનું કારણ બને છે; સર્વ સંયોગો સંવર, નિર્જરા અને શાંતિજનક બને છે. તેથી જ સૂત્રોક્ત છ સ્થાન તેના વિકાસ અને ઉત્થાનના કારણ ભૂત કહ્યા છે. જેમ જેમ સાધકના શ્રત, તપ આદિની વૃદ્ધિ થાય, તેમ તે વિનમ્ર અને ઉદાર બનતો જાય છે. તેથી આ છ સ્થાન આત્મવાન વ્યક્તિ માટે હિતકર અને સુખકર હોય છે અને અનાત્મવાન વ્યક્તિ માટે આ જ છ સ્થાન અહિતકર અને અસુખકર હોય છે.
તાત્પર્ય એ છે કે પ્રત્યેક વ્યક્તિની આંતરિક યોગ્યતા પ્રમાણે બાહ્ય સંયોગો લાભ કે નુકશાન કરી શકે છે.
આર્ય મનુષ્યોના પ્રકાર :|३२ छव्विहा जाइ-आरिया मणुस्सा पण्णत्ता, तं जहा