________________
સ્થાન
[ ૧૧૯]
આ છ પ્રકારના હાડકાના જોડાણની મજબૂતાઈ ઉત્તરોત્તર ઘટતી જાય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સર્પ વગેરે પંચેન્દ્રિય જીવોના શરીરમાં હાડકા હોતાં નથી. તેમ છતાં તે જીવોના શરીરની સ્વાભાવિક મજબૂતાઈની તરતમતાના આધારે તેમાં આગમોક્ત સંઘયણો સમજવા જોઈએ.
સંસ્થાનના પ્રકાર:
२९ छव्विहे संठाणे पण्णत्ते, तं जहा- समचउरंसे, णग्गोहपरिमंडले, साई, gછે, વામને, દુડે ! ભાવાર્થ :- સંસ્થાનના છ પ્રકાર છે, તે આ પ્રમાણે- (૧) સમચતુરસ (૨) ચગ્રોધ પરિમંડલ (૩) સાદી (૪) કુન્જ (૫) વામન (૬) હુંડ. વિવેચન :સંવાળે – સંસ્થાન. શરીરના અવયવોની રચના, આકૃતિ કે શરીરની શોભા. (૧) સમવડર – જે શરીરમાં સર્વ અંગ સપ્રમાણ હોય, પદ્માસને બેસે તો બન્ને હાથ તથા બંન્ને પગના ખૂણા સમાન થાય તે સમચતુરસ સંસ્થાન કહેવાય છે. (૨) +ોદ પરમંડળે :- ન્યગ્રોધ = વટવૃક્ષ. વટવૃક્ષની જેમ જેનું શરીર નાભિથી ઉપર સપ્રમાણ હોય અને નાભિથી નીચે ચુનાધિક હોય તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કહેવાય છે. (૩) સારું – જેનું શરીર નાભિથી નીચે પ્રમાણોપેત અને નાભિથી ઉપર ચૂનાધિક હોય તે સાદી સંસ્થાન કહેવાય છે. (૪) -જેના શરીરમાં હાથ, પગ, મસ્તક વગેરે સપ્રમાણ હોય પરંતુ વાંસો અને છાતી ન્યૂનાધિક પ્રમાણવાળા હોય તે કુજ સંસ્થાન કહેવાય છે. (૫) વામને - જેના શરીરની ઊંચાઈ જનસામાન્યની અપેક્ષાએ બહુ ઓછી હોય અર્થાત્ અન્ય મનુષ્યો જ્યારે ૯૬ અંગુલ (એક ધનુષ્ય પ્રમાણ) હોય ત્યારે જે મનુષ્યની ઊંચાઈ લગભગ બાવન અંગુલ પ્રમાણ હોય તો તે મનુષ્યનું સંસ્થાન વામન કહેવાય છે. () - જેના શરીરના કોઈ પણ અવયવ પ્રમાણ યુક્ત ન હોય, જેનું શરીર બેડોળ હોય તે કુંડ સંસ્થાન કહેવાય છે. આત્માર્થી અનાત્માર્થીનું પરિણમન - |३० छट्ठाणा अणत्तवओ अहियाए असुभाए अखमाए अणीसेसाए