________________
[૧૧૮]
શ્રી ઠાણાંગ સત્ર-૨
ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત, ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીના સુષમસુષમાકાળ માં મનુષ્યોની ઊંચાઈ છ હજાર ધનુષ્યની(ત્રણ ગાઉની) અને ઉત્કૃષ્ટ આયુષ્ય છ અર્ધ પલ્યોપમ(ત્રણ પલ્યોપમ)નું થશે.
२७ जंबुद्दीवे दीवे देवकुरु-उत्तरकुरुकुरासु मणुया छ धणुस्साहस्साई उड्डे उच्चत्तेणं पण्णत्ता, छच्च अद्धपलिओवमाइं परमाउं पालेति ।
___ एवं धायइसंडदीवपुरत्थिमद्धे चत्तारि आलावगा जाव पुक्खरवरदीवडपच्चत्थिमद्धे चत्तारि आलावगा । ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપના દેવકુરુ, ઉત્તરકુરુ નામના કુરુક્ષેત્રમાં મનુષ્યની ઊંચાઈ છ હજાર ધનુષ્યની(ત્રણ ગાઉની) હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય છ અર્ધ પલ્યોપમનું(ત્રણ પલ્યોપમનું) હોય છે.
તે જ રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ તથા અર્ધ પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ સુષમસુષમા કાલમાં મનુષ્યોની ઊંચાઈ છ હજાર ધનુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય છ અર્ધ પલ્યોપમનું (ત્રણ પલ્યોપમનું) હોય છે. અહીં પણ જંબુદ્વીપના સુત્રની સમાન ચારે સૂત્રો જાણવા જોઈએ.
સંઘયણના પ્રકાર :| २८ छविहे संघयणे पण्णत्ते, तं जहा- वइरोसभणाराय-संघयणे, उसभणाराय संघयणे, णाराय-संघयणे, अद्धणाराय-संघयणे, खीलिया-संघयणे, छेवट्ट-संघयणे । ભાવાર્થ :- સંઘયણના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વજઋષભ નારા સંઘયણ (૨) ઋષભ નારાચ સંઘયણ (૩) નારાચ સંઘયણ (૪) અર્ધનારાચ સંઘયણ (૫) કીલિકા સંઘયણ (૬) છેવટુ સંઘયણ.
વિવેચન :સંચળ - સંહનન. હાડકાની રચના, હાડકાની મજબૂતાઈ અને શરીરની મજબૂતાઈને સંહાન કહે છે. વફરો સમય:- વજxષભ નારાજી સંઘયણ. વજ = ખીલી, ઋષભ = પાટો, નારાચ = બંને બાજુ મર્કટ બંધ. બે હાડકા જોડાતા હોય ત્યાં બંને બાજુ મર્કટ બંધ હોય, ઉપર પાટાની જેમ હાડકું વીંટળાયેલું હોય અને તેના ઉપર ખીલી જેવા હાડકાથી મજબૂત કરેલું હોય.
૩મા = બે હાડકાની સંધિમાં બંને બાજુ મર્કટ બંધ હોય અને ઉપર પાટાની જેમ હાડકું વીંટળાયેલું હોય. ગાય = હાડકાની સંધિ પાસે બંને બાજુ મર્કટ બંધ હોય. અગિરથ = એક બાજુ મર્કટ બંધ હોય. હથિ - બે હાડકા, ખીલી જેવા હાડકાથી જોડાયેલા હોય. છેવક- હાડકે હાડકા પરસ્પર માત્ર સ્પર્શીને રહ્યા હોય.