________________
[ ૧૨૨ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
વિવેચન :
લોક સ્થિતિ :- ક્ષેત્રરૂપ લોકની નૈસર્ગિક વ્યવસ્થાને લોકસ્થિતિ કહે છે. સ્થાન-૩, ઉદ્દે.-૨, સૂત્ર-૨૩માં ત્રણ પ્રકારે, સ્થાન-૪, ઉ.-૨, સૂત્ર-૩૯માં ચાર પ્રકારે અને પ્રસ્તુત સૂત્રમાં છ પ્રકારે અને સ્થાન-૮, સૂ-૧૭માં આઠ પ્રકારે લોકસ્થિતિનું વર્ણન છે. ભગવતી સૂત્ર શતક-૧, ઉદ્દે -૬, સૂત્ર-૨૦,૨૧(ગુરુપ્રાણ આગમ બત્રીસી)માં પણ આઠ પ્રકારની લોકસ્થિતિનું વર્ણન છે.
આધાર આધેયની અપેક્ષાએ આ લોકસ્થિતિનું કથન છે. આકાશ દ્રવ્ય જ સર્વ દ્રવ્યને સ્થાન આપે છે. તે સ્વયં વિશાળ અને સ્વપ્રતિષ્ઠિત છે. તેનો કોઈ આધાર નથી માટે સર્વ પ્રથમ આધેય રૂપે આકાશનું કથન છે. ત્યારપછી લોકસ્થિતિમાં વાયુ આદિ પરસ્પર આધાર-આધેય ભાવે રહેલા છે. છ દિશાઓમાં ગતિ આદિ - | રૂ૫ છલાંગો પણાનો, તન- પાળા, પીળા, વાળા, વીણા,
ભાવાર્થ - દિશાના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) પૂર્વ (૨) પશ્ચિમ (૩) દક્ષિણ (૪) ઉત્તર (૫) ઊર્ધ્વ (૬) અધો. ३६ छहिं दिसाहिं जीवाणं गई पवत्तई, तं जहा- पाईणाए, पडीणाए, दाहिणाए, उदीणाए, उड्ढाए, अधाए । ભાવાર્થ-જીવોની ગતિ છદિશામાં થાય છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વ (૨) પશ્ચિમ (૩) દક્ષિણ (૪) ઉત્તર (૫) ઊર્ધ્વ અને (૬) અધો. |३७ छहिं दिसाहिं जीवाणं आगई, वक्कंती, आहारे, वुड्डी, णिवुड्डी, विगुव्वणा, गईपरियाए, समुग्घाए, कालसंजोगे, दसणाभिगमे, णाणाभिगमे,जीवाभिगमे, अजीवाभिगमे पण्णत्ते, तं जहा- पाईणाए, पडीणाए, दाहिणाए, उदीणाए, उड्डाए अधाए । एवं पचिंदिय-तिरिक्ख-जोणियाण वि, मणुस्साण वि । ભાવાર્થ :- છ દિશામાં જીવોની આગતિ, અવક્રાન્તિ, આહાર, વૃદ્ધિ, હાનિ, વિદુર્વણા, ગતિ-પર્યાય, સમુદ્યાત, કાલ સંયોગ, દર્શનાભિગમ, જ્ઞાનાભિગમ, જીવાભિગમ અને અજીવાભિગમ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વ (૨) પશ્ચિમ (૩) દક્ષિણ (૪) ઉત્તર (૫) ઊર્ધ્વ (૬) અધો. તે જ રીતે પંચેન્દ્રિય તિર્યગ્લોનિકોની અને મનુષ્યોની ગતિ આગતિ આદિ છએ દિશામાં થાય છે. વિવેચન :
સ્થાન-૩, ઉદ્દે.-૨, સૂત્ર-૨૪ દ્વારા પૂર્વાદિ ચાર દિશાને તિર્યદિશામાં સમાવિષ્ટ કરી તિર્યગુ, ઊર્ધ્વ