________________
સ્થાન
૧૧૫
ભાવાર્થ:- પ્રાયશ્ચિતના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આલોચના યોગ્ય– ગુરુ સમક્ષ આલોચના કરવા માત્રથી દોષોની શુદ્ધિ થાય તે. (૨) પ્રતિક્રમણ યોગ્ય– મિચ્છામિ દુક્કડં બોલવા દ્વારા જે દોષોની શુદ્ધિ થાય તે. (૩) તદુભયારિહે– આલોચના અને પ્રતિક્રમણ બંને દ્વારા જે દોષોની શુદ્ધિ થાય તે. (૪) વિવેક યોગ્ય– દોષિત આહાર-પાણી આદિના ત્યાગથી, પરઠી દેવાથી જે દોષોની શુદ્ધિ થાય તે. (૫) વ્યુત્સર્ગ યોગ્ય– કાયોત્સર્ગ આદિ પ્રયોગ દ્વારા કાયચેષ્ટાના નિરોધથી જે દોષોની શુદ્ધિ થાય તે. (૬) તપ યોગ્ય– ઉપવાસ આદિ તપ દ્વારા જે દોષોની શુદ્ધિ થાય તે.
વિવેચન :
સંયમમાં સ્ખલના થાય, અતિચારોનું-દોષોનું સેવન થઈ જાય, તો તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન છે. અપરાધની લઘુતા અને ગુરુતાના આધારે તેનું પ્રતિપાદન થયું છે. અપરાધની લઘુતા, ગુરુતાનો નિર્ણય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના આધારે પ્રાયશ્ચિત્ત આપનાર ગુરુ દ્વારા થાય છે. એક જ પ્રકારના અપરાધ માટે ભિન્ન ભિન્ન પ્રકારનું પ્રાયશ્ચિત્ત સંભવે છે. પ્રાયશ્ચિત્તની વિવિધતાનું કારણ પક્ષપાત નથી પણ વિવેક છે. સ્થાન-૮, સૂત્ર-૨૩ માં આઠ પ્રકાર, સ્થાન-૯, સૂત્ર-૩૯માં નવ પ્રકાર અને સ્થાન-૧૦, સૂત્ર-૬૫માં દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત સ્થાનનું વિધાન છે. પ્રસ્તુત સૂત્રમાં છ સ્થાનની મુખ્યતાએ છ પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. નિશીથ સૂત્ર પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. તેમાં આ સર્વ પ્રાયશ્ચિત્તોનું વિસ્તૃત વર્ણન છે.
મનુષ્યોના પ્રકાર :
૨૬ ઇષ્વિહા મનુસ્સા પળત્તા, તં નહા- બંધૂરીવા, ધાયસડવીવपुरत्थिमद्धगा, धायइसंडदीव - पच्चत्थिमद्धगा, पुक्खरवरदीवड्ड-पुरत्थिमद्धगा, पुक्खरवरदीवड्ड- पच्चत्थिमद्धगा, अंतरदीवगा ।
अहवा- छव्विहा मणुस्सा पण्णत्ता, तं जहा - संमुच्छिममणुस्सा, कम्मभूमगा, अकम्मभूमगा, अंतरदीवगा; गब्भवक्कंतिय मणुस्सा-कम्मभूमगा, અમ્મમૂના, અંતરલીવા /
-
ભાવાર્થ :- મનુષ્યોના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જંબુદ્રીપમાં ઉત્પન્ન (૨) ધાતકી ખંડદ્વીપના પૂર્વાર્ધમાં ઉત્પન્ન (૩) ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં ઉત્પન્ન (૪) પુષ્કરવર દ્વીપાર્ધના પૂર્વાર્ધમાં ઉત્પન્ન (૫) પુષ્કરવર દ્વીપાર્ધના પશ્ચિમાર્ધમાં ઉત્પન્ન (૬) અંતર્દીપોમાં ઉત્પન્ન મનુષ્ય.
અથવા છ પ્રકારના મનુષ્યો છે, તે આ પ્રમાણે છે– (૧) કર્મભૂમિમાં ઉત્પન્ન સંમૂર્ચ્છિમ મનુષ્ય (૨) અકર્મભૂમિમાં ઉત્પન્ન સંમૂર્ચ્છિમ મનુષ્ય (૩) અંતર્રીપમાં ઉત્પન્ન સંમૂર્ચ્છિમ મનુષ્ય (૪) કર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય (૫) અકર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય (૬) અંતર્રીપમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય. २० छव्विहा इड्डिमंता मणुस्सा पण्णत्ता, तं जहा- अरहंता, चक्कवट्टी,