________________
[ ૧૧૬]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
बलदेवा, वासुदेवा, चारणा, विज्जाहरा । ભાવાર્થ :- વિશિષ્ટ ઋદ્ધિવાળા મનુષ્યોના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) તીર્થકર (૨) ચક્રવર્તી (૩) બલદેવ (૪) વાસુદેવ (૫) ચારણલબ્ધિધર મુનિરાજ (૬) વિદ્યાધર.
२१ छव्विहा अणिड्डिमंता मणुस्सा पण्णत्ता, तं जहा- हेमवयगा, हेरण्णवयगा, हरिवासगा, रम्मगवासगा, कुरुवासिणो, अंतरदीवगा । ભાવાર્થ :- ઋદ્ધિ રહિત મનુષ્યોના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) હેમવત ક્ષેત્રના મનુષ્ય (૨) હરણ્યવત ક્ષેત્રના મનુષ્ય (૩) હરિવર્ષ ક્ષેત્રના મનુષ્ય (૪) રમ્યફવર્ષ ક્ષેત્રના મનુષ્ય (૫) દેવકુરુ-ઉત્તર કુરુક્ષેત્રના મનુષ્ય (૬) છપ્પન અંતર્લીપોના મનુષ્ય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યોનું ભિન્ન-ભિન્ન રીતે વિભાજન કરવામાં આવ્યું છે. પ્રથમ બે વિભાજન ક્ષેત્ર આશ્રિત છે. અંતના બે વિભાજન ઋદ્ધિ સંપન્નતા-અસંપન્નતા આશ્રિત છે.
ક્ષેત્ર આશ્રિત મનુષ્યોના છ ભેદ - મનુષ્યને ઉત્પન્ન થવાના- જંબુદ્વીપ, ધાતકીખંડ, અર્ધ પુષ્કરદ્વીપ (અઢીદ્વીપ)ક્ષેત્ર છે. તેમાં જંબૂદીપ મધ્યમાં થાળીના આકારે છે. ધાતકી ખંડ અને અર્ધ પુષ્કર દ્વીપ વલયાકારે છે. તેના પૂર્વ, પશ્ચિમ બે-બે વિભાગ થઈ શકે છે. આ રીતે તેના કુલ ચાર ભેદ થાય છે અને લવણ સમુદ્રના અંતરદ્વીપને ગણતાં મનુષ્યને ઉત્પન્ન થવાનાં છ સ્થાન થાય છે. તે છ ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્યોના છ પ્રકાર છે. અથવા મનુષ્ય ક્ષેત્રના ત્રણ પ્રકાર છે. કર્મભૂમિના ક્ષેત્રો, અકર્મભૂમિના ક્ષેત્રો અને અંતર દ્વીપ ક્ષેત્ર. પ્રત્યેક ક્ષેત્રના સંમૂર્છાિમ અને ગર્ભજ મનુષ્યોને ગણતાં છ પ્રકાર થાય છે.
ઋદ્ધિ આશ્રિત મનુષ્યોના ભેદ :- તીર્થકર અલૌકિક આધ્યાત્મિક ઋદ્ધિ સંપન્ન છે. ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ શારીરિક શક્તિ અને વૈભવરૂપ ઋદ્ધિથી સંપન્ન છે. જંઘાચારણ લબ્ધિથી અને વિદ્યાચારણ લબ્ધિથી સંપન્ન મુનિ શક્તિમાન અને વૈભવશાળી છે. વિદ્યાધરો આકાશગામિની વગેરે અનેક વિધા રૂ૫ ઋદ્ધિથી સંપન્ન હોય છે.
તીર્થકર, ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવની ઋદ્ધિ પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવે હોય છે. વૈતાય નિવાસી વિદ્યાધરોની ઋદ્ધિ કુલ પરંપરાથી પ્રાપ્ત પણ હોય છે અને આ ભવમાં વિદ્યાઓની સાધનાથી પણ પ્રાપ્ત હોય છે. આ ચારણઋદ્ધિ મહાનું તપસ્વી સાધુઓને કઠિન તપસ્યાથી પ્રાપ્ત થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં ચારણલબ્ધિના જંઘાચારણ અને વિદ્યાચારણ તેવા બે પ્રકાર કહ્યા છે.
અકર્મભૂમિના મનુષ્યો સંયમ-તપનું આચરણ કરી શકતા નથી અને વિશિષ્ટ ઋદ્ધિને પ્રાપ્ત થતાં નથી. તેથી તે મનુષ્યોને ઋદ્ધિ રહિત કહ્યા છે.