________________
[ ૧૧૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ :- સંવરના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧ થી ૫) શ્રોત્રેન્દ્રિય સંવર થાવ, સ્પર્શેન્દ્રિય સંવર (૬) નોઇન્દ્રિય સંવર. १५ छव्विहे असंवरे पण्णत्ते, तं जहा- सोइंदिय-असंवरे जावणोइंदिय-असंवरे। ભાવાર્થ - અસંવરના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧ થી ૬) શ્રોત્રેન્દ્રિય અસંવર યાવતુ નોઇન્દ્રિય અસંવર સુધીના છ અસંવર. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંવર-અસંવરનું કથન છે. સંવર એટલે કર્મ બંધનું અટકવું, કર્મનો બંધ ન થવો. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠ મન, આ છ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થાય, રાગ-દ્વેષ કરે તો કર્મોનો બંધ થાય છે અને તે વિષયમાં અનાસક્ત રહે તો કર્મબંધ થતો નથી. સ્થાન-૫, ઉદ્-૨, સૂત્ર-૩૫,૩૬માં પાંચ પ્રકારના સંવરનું કથન છે. અહીં નોઇદ્રિયરૂપ મન સહિત છનું કથન છે.
ઈન્દ્રિયજન્ય શાતા-અશાતા :१६ छव्विहे साए पण्णत्ते, तं जहा- सोइंदियसाए जाव णोइंदियसाए । ભાવાર્થ :- સુખના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧ થી ૬) શ્રોત્રેન્દ્રિય સુખ પાવત નોઇન્દ્રિય સુખ અર્થાત્ કાન, આંખ, નાક, મુખ, સ્પર્શ તથા મન સંબંધી સુખ. १७ छव्विहे असाए पण्णत्ते, तं जहा- सोइंदियअसाए जाव णोइंदियअसाए । ભાવાર્થ - દુઃખના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧ થી ૬) શ્રોત્રેન્દ્રિય દુઃખ પાવત નોઇન્દ્રિય દુઃખ; વિવેચન :
સીનો અર્થ છે શાતા, સુખ. પાંચ ઇન્દ્રિય અને મન, આ છ દ્વારા જે સુખ-દુઃખનો અનુભવ થાય તે ઇન્દ્રિયજન્ય સુખ કે દુઃખ કહેવાય છે. જેમ કે– શ્રોતેન્દ્રિય દ્વારા પ્રશંસાત્મક શબ્દ સાંભળી સુખ થાય, તિરસ્કારાત્મક શબ્દ સાંભળી દુઃખ થાય, તો તે શ્રોતેન્દ્રિય સુખ અને શ્રોતેન્દ્રિય દુઃખ કહેવાય છે. આ પ્રમાણે શેષ ઇન્દ્રિય અને મનની શાતા-અશાતા જાણવી.
પ્રાયશ્ચિત્તના પ્રકાર:१८ छव्विहे पायच्छित्ते पण्णत्ते, तं जहा- आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे, विउस्सग्गारिहे, तवारिहे ।