________________
સ્થાન
[ ૧૧૩ |
વિવેચન :
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં ચાર બોલની અને કોઈક અપેક્ષાએ દશ બોલની દુર્લભતાનું કથન છે. અહીં છઠું સ્થાન હોવાથી છ બોલની દુર્લભતા કહી છે.
આ છ બોલમાં પ્રથમ ત્રણ બોલ માનવતા અને ગુણ સંપન્નતા પ્રગટ કરવા માટે છે અને અંતિમ ત્રણ બોલ આત્મ કલ્યાણની અપેક્ષાએ છે. તે સંસારી જીવોમાંથી અલ્પ સંખ્યક જીવોને જ પુણ્યયોગે સુલભ થાય છે. ઇન્દ્રિય વિષયો - १३ छ इंदियत्था पण्णत्ता,तं जहा- सोइदियत्थे, चक्खिदियत्थे, घाणिंदियत्थे, जिभिदियत्थे, फासिंदियत्थे, णोइंदियत्थे । ભાવાર્થ-ઇન્દ્રિયોના છવિષય છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોત્રેન્દ્રિયનો વિષય-શબ્દ (૨) ચક્ષુરિન્દ્રિયનો વિષય- રૂપ (૩) ઘ્રાણેન્દ્રિયનો વિષય- ગંધ (૪) જીહેન્દ્રિયનો વિષય-રસ (૫) સ્પર્શેન્દ્રિયનો વિષય
સ્પર્શ (૬) નોઇન્દ્રિયનો વિષય- શ્રત. વિવેચન :
પાંચ ઇન્દ્રિય અને તેના પાંચ વિષયોનું કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. સ્થાન-૫, ઉદ્દે.-૩, સૂત્ર-૮માં પાંચ ઇન્દ્રિય અને તેના પાંચ વિષયનું કથન છે. આ છઠું સ્થાન હોવાથી સૂત્રકારે નોઇન્દ્રિય સહિત છ ઇન્દ્રિયો અને તેના છ વિષયોનું કથન કર્યું છે. ગોવિયત્વે :- નોઇન્દ્રિય = મન. આ પદમાં 'નો' શબ્દ દેશ નિષેધ અર્થમાં અને સાદેશ્ય અર્થમાં પ્રયુક્ત થયો છે. જે ઔદારિક રૂપ હોય અને જેમાં અર્થને ગ્રહણ કરવાની શક્તિ હોય તેને ઇન્દ્રિય કહે છે.
નોઇન્દ્રિય પદમાં 'નો' શબ્દને નિષેધ અર્થમાં માનીએ તો મન દારિક રૂપ નથી તેથી તેને ઇન્દ્રિય કહી શકાય નહીં. જો 'નો' શબ્દને સાદશ્ય અર્થમાં સ્વીકારીએ તો ઇન્દ્રિયની સમાન અર્થ પરિચ્છેદકત્વ-વિષયગ્રહણ શક્તિ મનમાં પણ છે તેથી તે ઇન્દ્રિયની સમાન છે.
આ રીતે મનની ઇન્દ્રિય સાથે કંઈક સામ્યતા અને કંઈક અસામ્યતા હોવાથી સૂત્રકારે તેને નોઇન્દ્રિય કહ્યું છે અને તેનો વિષય સમગ્ર શ્રુત-શ્રુતજ્ઞાન છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં પણ શ્રતનવિહ્યા અધ્યાય-ર/૨૨. શ્રુતજ્ઞાનને અનિન્દ્રિય-મનનો વિષય કહ્યો છે. અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત આદિ સમગ્ર શ્રુત મન દ્વારા ગ્રહણ થઈ શકે છે.
ઈન્દ્રિય આશ્રી સંવર-અસંવર:|१४ छव्विहे संवरे पण्णत्ते, तं जहा- सोइंदियसंवरे जाव णोइंदियसंवरे ।