________________
[ ૧૧૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
अहवा छव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- ओरालियसरीरी, वेउव्वियसरीरी, आहारगसरीरी, तेयगसरीरी, कम्मगसरीरी, असरीरी । ભાવાર્થ- સર્વ જીવના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧ થી ૫) આભિનિબોધિક જ્ઞાની(મતિજ્ઞાની)થી કેવળજ્ઞાની અને (૬) અજ્ઞાની (મિથ્યાજ્ઞાની).
અથવા સર્વ જીવના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧ થી ૫) એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને (૬) અનિન્દ્રિય(સિદ્ધ).
અથવા સર્વ જીવના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદારિક શરીરી (૨) વૈક્રિયશરીરી (૩) આહારક શરીરી (૪) તૈજસ શરીરી (૫) કાર્પણ શરીરી (૬) અશરીરી-મુક્ત જીવ.
તૃણ-વનસ્પતિના પ્રકાર :११ छव्विहा तणवणस्सइकाइया पण्णत्ता, तं जहा- अग्गबीया, मूलबीया, पोरबीया, खंधबीया, बीयरूहा, संमुच्छिमा । ભાવાર્થ :- તૃણ(બાદર)વનસ્પતિકાયિક જીવોના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અઝબીજ (૨) મૂલબીજ (૩) પર્વબીજ (૪) સ્કંધબીજ (૫) બીજરૂહ (૬) સંમૂર્છાિમ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તૃણ વનસ્પતિના છ પ્રકારનું કથન છે. સ્થાન ૫, ઉદ્દે.- ૨, સૂત્ર-૪૪માં તૃણ વનસ્પતિના પાંચ પ્રકારનું વર્ણન છે. અહીં સંમૂર્છાિમ સહિત છ પ્રકારનું વર્ણન છે. સમૂર્છાિમ:-બીજાદિ વિના, પુદ્ગલ સંયોગ માત્રથી ઉત્પન્ન થતી વનસ્પતિને સંમૂચ્છિમ વનસ્પતિ કહે છે. છ બોલની દુર્લભતા :|१२ छट्ठाणाई सव्वजीवाणं णो सुलभाई भवंति, तं जहा- माणुस्सए भवे, आरिए खेत्ते जम्म, सुकुले पच्चायाई, केवलीपण्णत्तस्स धम्मस्स सवणया, सुयस्स वा सद्दहणया, सद्दहियस्स वा पत्तियस्स वा रोइयस्स वा सम्म कारण फासणया । ભાવાર્થ :- છ સ્થાન સર્વ જીવોને સુલભ નથી, તે આ પ્રમાણે છે– (૧) મનુષ્ય ભવ (૨) આર્યક્ષેત્રમાં જન્મ (૩) સુકુલમાં ઉત્પત્તિ (૪) કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ (૫) સાંભળેલા ધર્મ ઉપર શ્રદ્ધા (૬) શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરેલા ધર્મનું કાયાથી સમ્યક્ આચરણ.