________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
कडं वा कम्मं वेएमि वा मा वा वेएमि । परमाणुपोग्गलं वा छिंदित्तए वा भिंदित्तए अगणि- काएणं वा समादहित्तए । बहिया वा लोगंते गमणयाए । ભાવાર્થ :- સર્વ જીવોમાં નિમ્નોક્ત છ કાર્ય કરવાની ઋદ્ધિ, ધૃતિ, યશ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ કરવાનું સામર્થ્ય હોતું નથી, તે આ પ્રમાણે છે–
૧૧૦
(૧) જીવને અજીવ કરવાનું (૨) અજીવને જીવ કરવાનું (૩) એક સમયમાં બે ભાષા બોલવાનું (૪) સ્વયંકૃત કર્મોનું વેદન કરવા અથવા ન કરવા સંબંધી નિશ્ચય કરવાનું (૫) પુદ્ગલ પરમાણુનું છેદનભેદન કરવાનું કે તેને અગ્નિમાં બાળવાનું. (૬) લોકાન્તની બહાર જવાનું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સર્વ જીવોને માટે છ અસંભવિત કાર્યોનું કથન છે. કેવળી ભગવાન સર્વ ભાવોને જાણી શકે છે. તેઓ અનંત શક્તિના ધારક છે તેમ છતાં સર્વ કાર્ય કરવામાં સમર્થ નથી. તેથી સૂત્રોક્ત છ કાર્ય છદ્મસ્થ કે કેવલી કોઈ પણ જીવો કરી શકતા નથી.
જીવનિકાયના છ પ્રકાર :
६ छज्जीवणिकाया पण्णत्ता, તેં નહા- પુવિાડ્યા, આાડ્યા, તેડાડ્યા, વાડાડ્યા, વળસાડ્યા, તસાડ્યા ।
ભાવાર્થ :- છ જીવનિકાય પ્રરૂપેલ છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક (૨) અાયિક (૩) તેઉકાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક (૬) ત્રસકાયિક.
તારા આકારના ગ્રહો :
७
छ तारग्गहा पण्णत्ता, , તેં નહા- મુદ્દે, વુદ્દે, બહલ્લફ, અંગાર, ખિન્કરે
જે
ભાવાર્થ:- છ તારારૂપ ગ્રહ છે અર્થાત્ તારાના આકારવાળા છ ગ્રહ છે, તે આ પ્રમાણે છે– (૧) શુક્ર (૨) બુધ (૩) બૃહસ્પતિ (૪) અંગારક(મંગળ) (૫) શનિશ્ચર (૬) કેતુ.
વિવેચન :
જૈનાગમોમાં પાંચ પ્રકારના જ્યોતિષીદેવોનું વર્ણન છે. યથા– ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તેમાં ચંદ્રના પરિવારરૂપ ૮૮ ગ્રહોનું વર્ણન છે. તે ૮૮ ગ્રહોમાંથી સૂત્રોક્ત ૬ ગ્રહો તારાના આકારવાળા છે. લોકમાં નવગ્રહો મહાગ્રહ રૂપે પ્રસિદ્ધ છે. તેમાં સૂત્રોક્ત છ ગ્રહોના નામ ઉપરાંત અન્ય ત્રણ ચંદ્ર, સૂર્ય