________________
સ્થાન
[ ૧૦૯]
છઘસ્થ અને કેવળીના જ્ઞાનની ક્ષમતા :| ४ छ ठाणाई छउमत्थे सव्वभावेणं ण जाणइ ण पासइ, तं जहा- धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासं, जीवमसरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सदं । ।
एयाणि चेव उप्पण्ण-णाण-दसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ पासइ, तं जहा- धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासं, जीवमसरीरपडिबद्धं, પરમાણુપોષા, લદ્દા ભાવાર્થ – છઘસ્થ પુરુષ છ સ્થાનને સર્વથા જાણતા નથી અને જોતા નથી, તે આ પ્રમાણે છે-(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશ (૪) શરીર રહિત જીવ (૫) પુદ્ગલ પરમાણુ (૬) શબ્દ.
સંપૂર્ણ જ્ઞાન દર્શનના ધારક અહંત, જિન, કેવલી આ છ સ્થાનને સર્વભાવથી સંપૂર્ણરૂપે જાણે છે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશ (૪) શરીર રહિત જીવ (૫) પુગલ પરમાણુ (૬) શબ્દ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં છદ્મસ્થના જ્ઞાનની અપૂર્ણતા અને કેવળજ્ઞાનની પૂર્ણતાનું નિરૂપણ છે. સ્થાન-૫, ઉદ્દે.-૩, સૂત્ર-૨૭માં પાંચ વસ્તુનું કથન છે. અહીં શબ્દ સહિત છ વસ્તુ છઘી સંપૂર્ણ રીતે ન જાણે, તે કથન છે.
નાપાસ - જાણવું, જોવું. જ્ઞાનથી જાણવું અને દર્શનથી જોવું. સૂત્રોક્ત છ પદાર્થમાં પાંચ અરૂપી પદાર્થ છે. માટે તે ચક્ષુગ્રાહ્ય નથી તેમજ અવધિ દર્શનથી પણ ગ્રાહ્ય નથી. તે માત્ર કેવળ જ્ઞાન, દર્શનના વિષયભૂત છે. માટે કેવલી જ તે પાંચ પદાર્થોને જાણે દેખે છે.
' શબ્દ પૌદગલિક છે અને રૂપી છે. તેમ છતાં ચક્ષુગ્રાહ્ય નથી. છદ્મસ્થો તેને શ્રોતેન્દ્રિય દ્વારા ગ્રહણ કરે છે પરંતુ તે પુગલોને છઘસ્યો જાણી કે જોઈ શકતા નથી. કેવળી તે શબ્દરૂપ પુગલોને જાણે જુએ છે. વિશિષ્ટ અવધિજ્ઞાની શબ્દ પરિણત યુગલોને એક દેશથી જાણે જુએ છે પરંતુ સર્વ ભાવથી (પર્યાયથી) જાણતા નથી.
અસંભવિત કાર્યો - | ५ छहिं ठाणेहिं सव्वजीवाणं णत्थि इड्डीइ वा जुईइ वा जसेइ वा बलेइ वा वीरिएइ वा पुरिसक्का -परक्कमेइ वा, तं जहा- जीवं वा अजीवं करणयाए । अजीव वा जीवं करणयाए । एगसमए णं वा दो भासाओ भासित्तए । सयं