________________
[ ૧૦૮ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
વિવેચન :
સાધ્વીને સહારો આપવાના પાંચ કારણ સ્થાન-૫, ઉદ્-૨, સૂત્ર-૬૧મા આપ્યા છે. તેમાં પાંચમા કારણમાં નવ અવસ્થાઓ બતાવી છે. તેમાંની છ અવસ્થાઓને જ પ્રસ્તુત સૂત્રમાં છ કારણરૂપે પ્રગટ કરી છે. કાળ ધર્મ પ્રાપ્ત સાધુ-સાધ્વીનું અંત્યકાર્યઃ| ३ छहिं ठाणेहिं णिग्गंथा णिग्गंथीओ य साहम्मियं कालगयं समायरमाणा णाइक्कमंति, तं जहा- अंतोहिंतो वा बाहिं णीणेमाणा, बाहीहिंतो वा णिब्बाहिं णीणेमाणा, उवेहेमाणा वा, उवासमाणा वा, अणुण्णवेमाणा वा, तुसिणीए वा संपव्वयमाणा । ભાવાર્થ :- નિગ્રંથ અને નિર્ચથી મૃત્યુ પ્રાપ્ત સાધર્મિકનું છ પ્રકારે અંત્યકર્મ કરે તો પણ ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી અર્થાત્ મૃત સાધર્મિક સંબંધી છ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે છે.
(૧) મૃતકના શરીરને ઉપાશ્રયમાંથી કે રૂમમાંથી હોલમાં બહાર લાવે (૨) ઉપાશ્રયની બહાર લઈ જાય (૩) ઉમ્બેફ્યુમાણ- સારસંભાળ રાખે કે દેખરેખ રાખે, મૃત શરીરના અંગાદિનું છેદન કરે (૪) મૃતક પાસે રાત્રિ જાગરણ કરે (૫) મૃતકની પરિચર્યા માટે શ્રમણોને આજ્ઞા આપે. (૬) મૃત શરીરને એકાંતમાં વિસર્જિત કરવા મૌન ભાવે સ્વયં જાય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીના મૃતક શરીર સંબંધી સાધુ-સાધ્વી દ્વારા કરાતા છ કાર્યની સ્પષ્ટતા કરવામાં આવી છે.
જ્યારે કોઈ સાધુ-સાધ્વી કાળધર્મ(મૃત્યુ) પામે ત્યારે સહવર્તી સાધુ કે સાધ્વી સામાન્ય વિધિ અનુસાર તો ત્યાં ઉપસ્થિત ગૃહસ્થોને તે મૃતક શરીર સોંપી દે છે, વોસિરાવી દે છે. પરંતુ કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં એટલે ગૃહસ્થ ઉપસ્થિત ન હોય ત્યારે સાધુ કે સાધ્વી મૃત શરીર સંબંધી છ ક્રિયા કરી શકે છે– (૧) સહવર્તી સાધુના મૃત શરીરને સ્થાનાંતરિત કરી શકે છે. અંદરથી બહાર અર્થાત્ ઓરડામાંથી બહાર હોલ,ગેલેરી વગેરેમાં રાખી શકે છે. (૨) ઉપાશ્રયની અંદર રાખવામાં ભયાદિ જણાય તો ઉપાશ્રયની બહાર રાખી શકે છે. (૩) ગૃહસ્થ હાજર ન હોય કે અન્ય વિશિષ્ટ કારણસર સાધુઓ તે મૃત શરીરની સાર-સંભાળ, તેના વસ્ત્રાદિની દેખરેખ રાખી શકે છે. (૪) આવશ્યકતા જણાય તો મૃત શરીર પાસે બેસીને ૨-૪ કલાક કે રાત્રિ પર્યત તેનું ધ્યાન રાખી શકે છે. (૫) અન્ય શ્રમણને મૃત સાધુની પરિચર્યા સંબંધી આજ્ઞા આપી શકે છે. (૬) ગૃહસ્થોનો સંયોગ ન જ થાય તો સાધુ કે સાધ્વી સ્વયં તે મૃત શરીરને વસ્ત્ર, ફલકાદિ સાધન દ્વારા મૌનપૂર્વક ઉપાડી ગામની બહાર લઈ જઈને, ત્યાં મૃત શરીરનો ત્યાગ કરી શકે છે, તેને પરઠવી શકે છે. આ વિધાનમાં સંયમી જીવનની મર્યાદા તેમજ વ્યવહાર શુદ્ધિનું લક્ષ્ય છે.