________________
સ્થાન
૧૦૫ |
ચક્રવર્તી, તીર્થકર વગેરેની ઊંચાઈ, તેમનો રાજ્યકાળ, છદ્મસ્થકાળ, સહદીક્ષિત સંખ્યા, દીક્ષા, નિર્વાણાદિ સમયના તપ વગેરે ઐતિહાસિક તથ્યોના નિરૂપણ દ્વારા ઐતિહાસિક પક્ષને ઉજાગર કર્યો છે.
શરીરને ધારણ કરવું કે નહીં ? ભોજન કરવું કે નહીં ? આ પ્રશ્નોના ઉત્તર જૈનદર્શને સાપેક્ષ દષ્ટિએ આપ્યા છે. આધ્યાત્મિક ક્ષેત્રે સાધનાનું સ્વતંત્ર મૂલ્ય છે. શરીર મૂલ્યવાન ત્યારે જ છે, જો તે સાધનામાં ઉપયોગી હોય અને ભોજનનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે તે સાધનામાં પ્રવૃત્ત શરીરનું પોષક હોય. જો શરીર સાધનામાં પ્રતિકૂળ બનતું હોય, ભોજન સાધનામાં વિદનરૂપ હોય, તો તે ઉપયોગી નથી. તેથી જ શરીરને ધારણ કરવું અને ન કરવું, ભોજન કરવું અને ન કરવું, આ બંને વાત જૈનદર્શનને સ્વીકાર્ય છે. તેથી જ કહ્યું છે કે સાધક છ કારણે આહાર કરી શકે અને છ કારણે આહારનો ત્યાગ પણ કરી શકે છે.
ભોજન પરિણમનના નિરૂપણ દ્વારા સૂત્રકારે વ્યાવહારિક વિષયોનો સ્પર્શ કર્યો છે. આત્માર્થી વ્યક્તિ સાધના પથ પર આગળ વધવા ચિંતન કરે છે અને તે અનુભવના આધારે સાધના આગળ વધારે છે. અનાત્મવાન વ્યક્તિ સાધનાના માર્ગ પર ચાલવા છતાં પોતાના અહંને પોષે છે. આત્મવાન જ્ઞાનના પ્રકાશમાં જીવનને સરળ બનાવે છે. અનાત્મવાન જ્ઞાનથી પોતાને ભારે બનાવે છે. તે તર્ક, વિવાદ, આગ્રહનો આશ્રય લઈ પોતાના અહંને વધારે છે. આત્મવાન તપ દ્વારા આત્માને ઉજ્જવલ કરે છે. અનાત્મવાન તપ દ્વારા લબ્ધિ (શક્તિઓ) મેળવી, તેનો દુરુપયોગ કરે છે અને તેને લાભ થાય ત્યારે તે પોતાની સફળતાની પ્રશંસામાં, ગુણકીર્તનમાં મગ્ન બની આત્માનું અહિત કરે છે. આત્મવાન પૂજા-સત્કારમાંથી પ્રેરણા લઈ પોતાની યોગ્યતા વધારે છે. "છઠ્ઠા વગોહિયા, સુમાણ, હ ળવેલા, બાપુનવત્તા " આવા અનેક વ્યાવહારિક વિષયોથી આ સ્થાન સભર છે. વિશ્વના પરિણામ વગેરે દ્વારા વૈદ્યકીય વિષયની જાણકારી આપી છે. ચંદ્ર, નક્ષત્ર, ઘટતી-વધતી તિથિઓ દ્વારા જ્યોતિષ સંબંધી તથ્યો ઉદ્દઘાટિત કર્યા છે.
આ રીતે આ સ્થાનમાં ભૂગોળ, ઇતિહાસ, જ્યોતિષ, લોકસ્થિતિ, કાલચક્ર, તત્ત્વ, શરીર રચના, દુર્લભતા અને પુરુષાર્થને પડકારતા અસંભવ કાર્યો આદિ અનેક વિષય સંકલિત છે.