________________
- ૧૦૪
શ્રી ઠાણાગ સત્ર-૨
| છઠું સ્થાન | જે પરિચય છે
પ્રસ્તુત સ્થાનમાં છ સંખ્યા સંબંધિત વિષય સંકલિત છે. ઉદ્દેશક રહિત આ સ્થાન ગણવ્યવસ્થા, દાર્શનિક, તાત્વિક, ઐતિહાસિક, વ્યાવહારિક, જ્યોતિષ, વૈધકીય આદિ અનેક વિષયોથી સમૃદ્ધ છે. આસ્થાનના પ્રારંભમાં છર્દિહિં સંપvો ગણIરે રિહર ધારિત આ સૂત્ર દ્વારા સૂત્રકારે ગચ્છના પ્રમુખ શ્રમણ-શ્રમણીઓના ગુણોનું કથન કર્યા પછી ગણમાં રહેતા સાધુને માટે હિતકારી અને અહિતકારી સ્થાનોનું વર્ણન કર્યું છે. તે ઉપરાંત ગણગત સાધુ કેવી પરિસ્થિતિમાં સાધ્વીને સહારો આપી શકે તેના નિયમોના વર્ણન દ્વારા ગચ્છ વ્યવસ્થાની આપવાદિક સ્થિતિ સ્પષ્ટ કરી છે.
જ્ઞાન અને જ્ઞાનીમાં એકત્વ સ્વીકારી છ પ્રકારના જ્ઞાની-અજ્ઞાનીના કથન દ્વારા પ્રત્યક્ષ-પરોક્ષજ્ઞાનનું વર્ણન કર્યું છે. પરોક્ષ એવા મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર ભેદ, તે પ્રત્યેકના બહુ, બહુ બહુ આદિ બાર ભેદનું નિરૂપણ કરી તાત્ત્વિક વિષયનું નિરૂપણ કર્યું છે. જૈનદર્શન રૂપી અને અરૂપી બે તત્ત્વને સ્વીકારે છે. રૂપી પદાર્થો ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે. અરૂપી પદાર્થો ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય નથી. જૈનદર્શન માન્ય છ દ્રવ્યમાંથી એક પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. શેષ પાંચ દ્રવ્ય અરૂપી છે. આ છ એ છ દ્રવ્ય જ્ઞય છે, જ્ઞાતા દ્વારા તે જણાય છે અને તેને જાણવાનું સાધન જ્ઞાન છે. દ્રવ્યની અનંત પર્યાય-અવસ્થાઓ હોય છે. સામાન્ય જ્ઞાની તે સર્વ પર્યાયને જાણી શકતા નથી. છ ગાઉં છ૩ સબ ભાવે નાગા સદ્દ પરમાણુ પુદ્ગલ અને શબ્દરૂપીછે, તેમ છતાં પરોક્ષજ્ઞાની તેને પૂર્ણરૂપે જાણી શકતા નથી.
જૈનદર્શન યથાર્થવાદી છે. તે યથાર્થ વાદનો અસ્વીકાર કરતું નથી. ઇન્દ્રિયજન્ય સુખાનુભૂતિ યથાર્થ છે. તેનો અસ્વીકાર કરવાથી વાસ્તવિકતાનો લોપ થાય છે. “ઇન્દ્રિય જન્ય સુખ સુખ નથી, તે દુઃખ જ છે.” આ એકાત્તિક દષ્ટિકોણ છે. સંતુલિત દષ્ટિકોણ તો એ જ છે કે ઇન્દ્રિયથી સુખ પણ મળે છે અને દુઃખ પણ મળે છે. આધ્યાત્મિક સુખની તુલનામાં ઇન્દ્રિય સુખનું મૂલ્ય નગણ્ય છે પરંતુ જે છે તેને સૂત્રકારે યથાર્થ સ્વીકૃતિ આપી છે–છપ્ન સા છવિ કલા પાપ આ બે સૂત્ર દ્વારા પાંચ ઇન્દ્રિય અને મન જનિત સુખ-દુઃખના છ-છ પ્રકાર દર્શાવ્યા છે.
ગતિ-આગતિ, ઇન્દ્રિયાર્થ, સંવર-અસંવર, સંહનન, સંસ્થાન, દિશા, વેશ્યા, આયુષ્ય બંધાદિના નિરૂપણ દ્વારા તાત્વિક અને સૈદ્ધાંતિક રહસ્યોને પ્રગટ કર્યા છે.