________________
સ્થાન -૫: ઉદ્દેશક- ૩
[ ૧૦૩ ]
નિર્જરા – આત્મપ્રદેશોથી કર્મનું અંશતઃ છૂટવું તે નિર્જરા કહેવાય છે. ઉદીરણા અને વેદના પછી કર્મોની નિર્જરા થાય છે. પાંચ પ્રદેશાદિ પુદ્ગલની અનંતતા:६८ पंचपएसिया खंधा अणंता पण्णत्ता । पंचपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता जाव पंचगुणलुक्खा पोग्गला अणता पण्णत्ता । ભાવાર્થ - પાંચ પ્રદેશવાળા પુદ્ગલ સ્કંધ અનંત છે. પાંચ આકાશ પ્રદેશો ઉપર અવગાઢ પુદ્ગલ સ્કંધ અનંત છે. પાંચ સમયની સ્થિતિવાળા પુદ્ગલ સ્કંધ અનંત છે. પાંચ ગુણ કાળા વાવતુ પાંચ ગુણ રૂક્ષ પુગલ સ્કંધ અનંત છે. આ રીતે શેષ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શવાળા પુગલ સ્કંધ પણ અનંત છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રદેશી, પાંચ પ્રદેશાવગાઢ, પાંચ સમય સ્થિતિક, પાંચ ગુણ કાળાથી પાંચગુણ રૂક્ષ પર્વતના પુદ્ગલ દ્રવ્યનું વર્ણન છે અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પંચત્વ સૂચિત અનંત પુદ્ગલોનું વર્ણન છે. દ્રવ્યથી - પાંચ પરમાણુ ભેગા મળી પાંચ પ્રદેશી સ્કંધ બને છે. તે અનંત છે. ક્ષેત્રથી - પાંચ આકાશ પ્રદેશને અવગાહીને રહેલા પુદ્ગલ સ્કંધ પાંચ પ્રદેશાવગાઢ સ્કંધ કહેવાય છે. તે અનંત છે. કાળથી :- પાંચ સમયની સ્થિતિવાળા સ્કંધો અનંત છે. ભાવથી - વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે પુદ્ગલ દ્રવ્યના ગુણ છે. પ્રત્યેક વર્ણાદિમાં એક અંશથી અનંત અંશ સુધીના અનંત પર્યાયો હોય છે. જેમ કે– એક ગુણ કાળો, બે ગુણ કાળો, સંખ્યાતગુણ કાળો, અસંખ્યાત ગુણ કાળો અને અનંતગુણ કાળો વર્ણ. આ રીતે કાળા વર્ણની અનંત પર્યાય છે. તેમાંથી પાંચ ગુણ કાળા પાંચ ગુણ નીલા વગેરે વર્ણવાળા પુગલો અનંત છે. તે જ પ્રમાણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પ્રત્યેક ગુણમાં પંચ ગુણત્વધારી પુદ્ગલો અનંત છે. પાંચમા સ્થાનના કારણે પ્રસ્તુત સૂત્રમાં સર્વ પાંચ ગુણવાળા વિષયોનું નિરૂપણ છે. છઠ્ઠા સ્થાનમાં છ પ્રદેશી વગેરેનું કથન છે. શેષ આઠ વગેરે સ્થાનમાં તે તે સ્થાનની સંખ્યા સદશ પ્રદેશાદિનું કથન જાણવું.
() તે
સ્થાન-પ/૩ સંપૂર્ણ
(C