________________
૧૦૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
तेइदियणिव्व- त्तिए, चउरिंदियणिव्वत्तिए, पंचिंदियणिव्वत्तिए । एवं चिण, उवचिण, बंध, उदीर, वेद तह णिज्जरा चेव । ભાવાર્થ:- જીવે પાંચ સ્થાનથી નિર્વર્તિત પુગલોનો પાપકર્મરૂપે ભૂતકાળમાં સંચય કર્યો હતો, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે, તે આ પ્રમાણે છે– (૧) એકેન્દ્રિય નિર્વતિત પુદ્ગલોનો (૨) બેઇન્દ્રિય નિવર્તિત પુલોનો (૩) તેઇન્દ્રિયનિવર્તિત પુદ્ગલોનો (૪) ચૌરેન્દ્રિયનિવર્તિત પુગલોનો (૫) પંચેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો.
આ રીતે પાંચ સ્થાનથી નિવર્તિત પુદ્ગલોનો પાપકર્મ રૂપે ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા ભૂતકાળમાં કરી હતી, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાપકર્મના બંધક એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તે પાંચ જાતિના જીવો દ્વારા ઉપાર્જિત પાપ કર્મના ચયાદિનું કથન છે. સ્થાન-૨, ઉ.-૪, સૂત્ર-૨૪માં ત્રણ-સ્થાવર બે પ્રકારના જીવ આશ્રી; સ્થાન-૩, ઉદ્દે.-૪, સૂત્ર-૮૧માં ત્રણ વેદ આશ્રી; સ્થાન-૪, ઉદ્દે.-૪, સૂત્ર-૧૩૯માં ચાર ગતિ આશ્રી; પ્રસ્તુત સ્થાન-૫, ઉદ્દે.-૩, સૂત્ર-૬૭માં પાંચ જાતિ આશ્રી; સ્થાન-૬, સૂત્ર-૧૧૭માં છકાય આશ્રી; સ્થાન-૭, સૂત્ર-૧૪૪માં ચાર ગતિ અને ત્રણ વેદ આશ્રી; સ્થાન-૮, સૂત્ર-૧૨૧માં ચાર ગતિમાં પ્રથમ-અપ્રથમ સમયવર્તી જીવ આશ્રી; સ્થાન-૯, સૂત્ર-૮૦માં પાંચ કાય, ચાર જાતિ આશ્રી; સ્થાન-૧૦, સૂત્ર-૧૫૯માં પાંચ જાતિમાં પ્રથમ-અપ્રથમ સમયવર્તી જીવ આશ્રી પાપકર્મના ચયાદિનું કથન છે.
આ જીવો મિથ્યાત્વાદિ કારણોથી પાપરૂપ કર્મોને ગ્રહણ કરે છે. કર્મ પુલોને ગ્રહણ કરવાની છે અવસ્થાનું અહીં વર્ણન છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છેચય:- કષાય પરિણત જીવ જે કર્મ દલિકોને અર્થાત્ કર્મ પુગલોને ગ્રહણ કરે, તેને ચય કહે છે. ઉપચયઃ- ચય થયેલા કર્મોમાં વારંવાર વૃદ્ધિ કરવી તે ઉપચય છે અર્થાતુ અબાધાકાલ પછીની કર્મોની જે નિષેક રચના થાય તેને વારંવાર પુષ્ટ કરવી, ઉપચિત કરવી તે ઉપચય કહેવાય છે. બંધ :- ચય, ઉપચયથી આત્મામાં સંગ્રહિત કર્મવર્ગણાના પુદ્ગલો પ્રકૃતિ બંધ આદિ ચાર અને જ્ઞાનાવરણીય આદિ આઠ વિભાગોમાં વિભક્ત થઈ આત્મા સાથે ક્ષીરનીરની જેમ સંબંધિત થઈ જાય, એકમેક થઈ જાય તેને બંધ કહે છે. ઉદીરણા - જ્યારે કર્મ સ્વતઃ પરિપાકને પ્રાપ્ત થાય અને તેના ફળનો અનુભવ કરાવે તે ઉદય અને સાધના વિશેષથી કર્મને ઉદયમાં લાવવા તે ઉદીરણા કહેવાય છે.
વેદન - કર્મના ઉદયને અહીં વેદન કહ્યું છે. ઉદય અથવા ઉદીરણા દ્વારા કર્મલની સારી-નરસી અનુભૂતિ કરવી અર્થાત્ કર્મફળ ભોગવવા, તે વેદન કહેવાય છે.