SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૩ | ૧૦૧ | ભાવાર્થ :- પાંચ તીર્થકર રાજકુમાર અવસ્થામાં જ મુંડિત થઈ, અગારથી અણગાર બની પ્રવ્રજિત થયા, તે આ પ્રમાણે છે– (૧) વાસુપૂજ્ય (૨) મલી (૩) અરિષ્ટનેમિ (૪) પાર્થ (૫) મહાવીર. વિવેચન : ઉપરોક્ત પાંચ તીર્થકરો રાજકુલમાં જન્મ્યા અને કુમારવાસમાં જ ગૃહવાસ છોડી દીક્ષિત થયા છે. અહીં 'કુમાર' શબ્દ રાજ્યગાદીના અસ્વીકારને સૂચવે છે. તેઓ રાજા બન્યા વિના રાજકુમાર અવસ્થામાં જ દીક્ષિત થયા છે. ઈન્દ્રોની સભાઓ:६४ चमरचंचाए रायहाणीए पंच सभा पण्णत्ता, तं जहा- सुहम्मासभा उववायसभा, अभिसेयसभा, अलंकारियसभा, ववसायसभा । ભાવાર્થ:- ચમચંચા રાજધાનીમાં પાંચ સભા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સુધર્મા સભા- દેવોની સભા-મળવાનું સ્થાન. (૨) ઉપપાત સભા- ઉત્પત્તિ સ્થાન (૩) અભિષેક સભા- અભિષેકનું સ્થાન (૪) અલંકારિક સભા- શરીર સજાવટ ભવન (૫) વ્યવસાય સભા- અધ્યયનગૃહ અર્થાત્ કોઈપણ કાર્યના નિર્ણયનું સ્થાન. ६५ एगमेगे णं इंदट्ठाणे पंच सभाओ पण्णत्ताओ, तं जहा- सभासुहम्मा, उववायसभा, अभिसेयसभा, अलंकारियसभा, ववसायसभा । ભાવાર્થ:- તે રીતે એક–એક ઇન્દ્ર સ્થાનમાં(નિવાસ સ્થાનમાં) પાંચ-પાંચ સભા છે, તે આ પ્રમાણે છે(૧) સુધર્મા સભા (૨) ઉપપાત સભા (૩) અભિષેક સભા (૪) અલંકારિક સભા (૫) વ્યવસાય સભા. પાંચ તારાવાળા નક્ષત્ર :६६ पंच णक्खत्ता पंचतारा पण्णत्ता, तं जहा- धणिट्ठा, रोहिणी, पुणव्वसू, હસ્થો, વિસારી | ભાવાર્થ - પાંચ નક્ષત્ર પાંચ-પાંચ તારાવાળા છે, તે આ પ્રમાણે છે– (૧) ધનિષ્ઠા (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) હસ્ત (૫) વિશાખા. પાંચ જાતિ આશ્રી પાપકર્મનો સંચય:६७ जीवा णं पंचढाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा चिणंति वा चिणिस्संति, वा, तं जहा- एगिदियणिव्वत्तिए, बेइंदियणिव्वत्तिए,
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy