________________
૧૦૬ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સ્થાન
ગણનાયકની યોગ્યતાઓ:| १ छहिं ठाणेहिं संपण्णे अणगारे अरिहइ गणं धारित्तए, तं जहा- सड्डी पुरिसजाए, सच्चे पुरिसजाए, मेहावी पुरिसजाए, बहुस्सुए पुरिसजाए, सत्तिमं, अप्पाधिकरणे । ભાવાર્થ :- છ સ્થાનથી યુક્ત અણગાર(શ્રમણ-શ્રમણી) ગણધારણ કરવા માટે અર્થાત્ સંઘાડાના (સાધુ-સાધ્વી સમુદાયના) પ્રમુખ બની વિચરણ કરવા માટે યોગ્ય છે. તે આ પ્રમાણે છે– (૧) શ્રદ્ધાવાન પુરુષ (૨) સત્યવાદી પુરુષ (૩) મેધાવી પુરુષ (૪) બહુશ્રુત પુરુષ (૫) શક્તિમાન પુરુષ (૬) અલ્પાધિકરણ-ક્લેશ કંકાશ કરનાર ન હોય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંઘાડાના મુખ્ય બની પોતાની પ્રમુખતાએ સ્વતંત્ર વિચરણ કરનારા શ્રમણશ્રમણીઓની યોગ્યતા સૂચક છ ગુણો દર્શાવ્યા છે- ધારિત - ગણને ધારણ કરનાર. સામાન્ય રૂપે આચાર્યને ગણધારક કે ગણિ કહેવામાં આવે છે. દશાશ્રુતસ્કંધ સૂત્ર, વ્યવહાર સૂત્રમાં સ્વતંત્ર રૂપે આચાર્યના ગુણોનું કથન છે. વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકના પ્રથમ બે સૂત્રોમાં ગણ ધારણ કરીને વિચરવા ઇચ્છતા શ્રમણોએ ગણ ધારણ કરવા માટે આજ્ઞા લેવાની હોય છે, તેની વિધિનું કથન અને તે સાધુ ગુણસંપન્ન હોવા જોઈએ તેવું સૂચન છે. અહીં તેના છ ગુણો સ્પષ્ટ રૂપે દર્શાવ્યા છે. તેથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત સૂત્રમાં ધારિત્ત શબ્દપ્રયોગથી સંઘાડાના પ્રમુખ બની, પોતાની પ્રમુખતાએ સ્વતંત્ર વિચરણ કરનાર શ્રમણ કે શ્રમણીનું કથન છે અને તે સાધુ કે સાધ્વી સમુદાયના મુખ્ય શ્રમણ કે શ્રમણીને ગણધારક કહ્યા છે. સંઘાડાના સુચારુ સંચાલનને અનુલક્ષીને ગણધારકમાં છ ગુણ હોવા જરૂરી છે; તે છ ગુણ આ પ્રમાણે છે(૨) અઠ્ઠી :- શ્રદ્ધાવાન. ગણધારક સાધુ કે સાધ્વીને જિનેશ્વર અને જિનાજ્ઞા પ્રતિ તથા સંયમ જીવન અને ગણ મર્યાદા પ્રતિ આસ્થા-શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાવાન ગણધારક જ નેશ્રાપ્રાપ્ત સાધુઓની શ્રદ્ધાને મજબૂત બનાવી શકે છે. તેમને સાધના માર્ગમાં સ્થિર રાખી શકે છે.
ર :- સત્યવાન. સત્યના બે અર્થ છે. (૧) યથાર્થ વચન (૨) પ્રતિજ્ઞા પાલનમાં સમર્થ.