________________
સ્થાન - ૫ઃ ઉદ્દેશક - ૩
22
રીતે જાળવી શકે. શિષ્યો માટે આવા અનેક ઉપકાર થાય છે. (૩) નિર્જરા માટે– વાચના લેવી અને દેવી તે બંને સ્વાધ્યાય તપની અંતર્ગત છે માટે વાચના દાતા ગુરુ અને શિષ્યને બંનેને મહાન નિર્જરા થાય છે. (૪) શ્રુતજ્ઞાનની પુષ્ટિ માટે– વાચના આપવાથી વાચના આપનારનું શ્રુતજ્ઞાન વિશેષ પુષ્ટ અને નિર્મળ થતું જાય છે. (૫) શ્વેત પરંપરા ટકાવવા માટે– વાચના આપવાથી જ ગુરુ શિષ્યની પરંપરાએ શ્રુત
પરંપરા અવિચ્છિન્ન રહી શકે છે.
વાચના લેવાના પાંચ લાભ ઃ- (૧) જ્ઞાન માટે— શ્રુતના અધ્યયનથી જ કેવલી પ્રરૂપિત ધર્મતત્ત્વોનો બોધ થાય તેમજ આગમ રહસ્યો પ્રગટ થાય છે. (૨) દર્શન માટે શ્રુતના અધ્યયનથી દર્શન વિશુદ્ધિ થાય છે. શ્રદ્ધાદઢ બને છે. (૩) ચારિત્ર માટે– શ્રુતના અધ્યયનથી જ ચારિત્રના આચાર–વિચારનું જ્ઞાન થાય છે. આચાર વિચારના જ્ઞાન પછી તેનું શુદ્ધ પાલન થઈ શકે છે. (૪) વ્યુગ્રહ વિમોચન– શ્રુતના અધ્યયનથી મિથ્યા અભિનિવેશ છૂટી જાય છે. (૫) યથાર્થ ભાવ જ્ઞાન માટે શ્રુતના અઘ્યયનથી જીવાજીવ રૂપ તત્ત્વનું, દ્રવ્ય, ગુણ, પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે.
સૌધર્મ ઈશાન દેવ વિમાનના વર્ણ, ઊંચાઈ :
५५ सोहम्मीसाणेसु णं कप्पेसु विमाणा पंचवण्णा पण्णत्ता, तं जहा- किण्हा, નીલા, તોહિયા, હાલિદ્દા, સુવિજ્ઞા ।
ભાવાર્થ :– સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાન પાંચ વર્ણવાળા છે, તે આ પ્રમાણે છે– (૧) કાળા (૨) નીલા (૩) લાલ (૪) પીળા (૫) સફેદ.
५६ सोहम्मीसाणेसु णं कप्पेसु विमाणा पंचजोयणसयाइं उड्ड उच्चत्तेणं पण्णत्ता ભાવાર્થ:· સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાન પાંચસો યોજનના ઊંચા છે.
५७ बंभलोगलंतरसु णं कप्पेसु देवाणं भवधारणिज्जसरीरगा उक्कोसेणं पंचरयणी उड्डुं उच्चत्तेणं पण्णत्ता ।
ભાવાર્થ :- બ્રહ્મલોક અને લાંતક કલ્પના દેવોની ભવધારણીય શરીરની ઊંચાઈ પાંચ હાથની છે.
પુદ્ગલોનો વૈકાલિક બંધઃ
५८ णेरइया णं पंचवण्णे पंचरसे पोग्गले बंधिंसु वा बंधति वा बंधस्संति वा, तं जहा- किण्हे जाव सुक्किल्ले । तित्ते जाव महुरे । एवं जाव वेमाणिया ।
ભાવાર્થ :- નારક જીવોએ પાંચ વર્ણ અને પાંચ રસવાળા પુદ્ગલોને કર્મરૂપે ભૂતકાળમાં બાંધ્યા હતા, વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યમાં બાંધશે. તે આ પ્રમાણે છે– કૃષ્ણ યાવત્ શુકલ વર્ણવાળા પુદ્ગલો અને તિક્ત ૨સ યાવત્ મધુર રસવાળા પુદ્ગલો.