________________
[ ૯૮ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
पडिक्कमणे, कसायपडिक्कमणे, जोगपडिक्कमणे, भावपडिक्कमणे । ભાવાર્થ - પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આશ્રયદ્વાર પ્રતિક્રમણ હિંસા આદિ આશ્રવોથી નિવૃત્ત થવું (૨) મિથ્યાત્વ પ્રતિક્રમણ– મિથ્યાત્વથી નિવૃત્ત થવું (૩) કષાય પ્રતિક્રમણકષાયોથી નિવૃત્ત થવું (૪) યોગ પ્રતિક્રમણ- મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત થવું (૫) ભાવ પ્રતિક્રમણ- રાગ દ્વેષ આદિ કલુષિત ભાવોથી નિવૃત્ત થવું. વિવેચન :
પચ્ચકખાણ લીધા પછી તેમાં કોઈ ત્રુટિ રહી જાય તો તેને દૂર કરવા માટે પ્રતિક્રમણ આવશ્યક છે. પ્રતિક્રમણ-અશુભ યોગમાં ગયેલા આત્માને ત્યાંથી પાછો વાળી શુભ યોગમાં સ્થિર કરવો. પ્રમાદને ત્યાગી અપ્રમાદી બનવું. આત્મા પ્રમાદવશ પરગુણો તરફ જાય છે, ત્યાંથી પાછા ફરવું તે પ્રતિક્રમણ.
અતિચારની શુદ્ધિના માર્ગે આવવું તે દ્રવ્ય પ્રતિક્રમણ છે અને મિથ્યાભાવોથી નિવૃત્ત થવું તે ભાવ પ્રતિક્રમણ છે. વિષય ભેદના આધારે તેના સૂત્રોક્ત પાંચ પ્રકાર છે. જે ભાવાર્થથી સ્પષ્ટ થાય છે. વાચના આદાન પ્રદાનના કારણો - ५३ पंचहिं ठाणेहिं सुत्तं वाएज्जा, तं जहा- संगहट्ठयाए, उवग्गहट्ठयाए, णिज्जरटुयाए, सुत्ते वा मे पज्जवयाए भविस्सइ, सुत्तस्स वा अवोच्छित्तिणयट्ठयाए । ભાવાર્થ :- સૂત્રની વાંચના આપવાના પાંચ કારણ છે, તે આ પ્રમાણે છે– (૧) શિષ્યોને શ્રુત સંપન્ન બનાવવા માટે. (૨) શિષ્યોના ઉપકાર માટે, (૩) કર્મોની નિર્જરા કરવા માટે, (૪) વાચના દ્વારા પોતાના શ્રુતને પુષ્ટ કરવા માટે, (૫) શ્રતના પઠન-પાઠન દ્વારા શ્રુતજ્ઞાનની પરંપરા ચાલુ રાખવા માટે. ५४ पंचहिं ठाणेहिं सुत्तं सिक्खेज्जा, तं जहा- णाणट्ठयाए, दंसणट्ठयाए, चरित्त- ट्ठयाए, वुग्गहविमोयणट्ठयाए, जहत्थे वा भावे जाणिस्सामीति कटु । ભાવાર્થ – સૂત્ર શીખવાના પાંચ કારણ છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનાર્થે (૨) દર્શનાર્થે (૩) ચારિત્રાર્થે (૪) યુટ્ઠહ વિમોચનાર્થે (૫) યથાર્થ ભાવજ્ઞાનાર્થે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વાચના આપવાના અને વાચના લેવાના પાંચ-પાંચ કારણોની સમીક્ષા કરી છે અર્થાત્ વાચના દાતા ગુરુ અને વાચના ગ્રહણ કરનાર શિષ્યના પાંચ-પાંચ લાભનું નિરૂપણ છે. વાચના આપવાના પાંચ લાભ :- (૧) વાચના દ્વારા શિષ્યો શ્રુતજ્ઞાન સંપન્ન બને છે. ગચ્છમાં શ્રુત સંપન્ન અને બહુશ્રુત સંતોની વૃદ્ધિ થાય છે. (૨) શિષ્યોના ઉપકાર માટે– જ્ઞાન સંપન્ન સાધક જ સંયમ માર્ગમાં દઢ બની શકે છે, તેની શિષ્ય પરંપરામાં તે વાચના આપવાની યોગ્યતા કેળવી શકે છે, ગણમર્યાદા યથોચિત