________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૩
[[ ૯૭]
વારંવાર ચિંતન કરવું (૫) ધર્મકથા-ધર્મની ચર્ચા કરવી. તેનું નિરૂપણ, પ્રરૂપણ, વ્યાખ્યાન કરવું. પ્રત્યાખ્યાનની શુદ્ધિ - ५१ पंचविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा- सद्दहणसुद्धे, विणयसुद्धे, अणुभासणा- सुद्धे, अणुपालणासुद्धे, भावसुद्धे । ભાવાર્થ:- પ્રત્યાખ્યાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રદ્ધાન શુદ્ધ પ્રત્યાખ્યાન (૨) વિનય શુદ્ધ પ્રત્યાખ્યાન (૩) અનુભાષણ શુદ્ધ પ્રત્યાખ્યાન (૪) અનુપાલના શુદ્ધ પ્રત્યાખ્યાન (૫) ભાવ શુદ્ધ પ્રત્યાખ્યાન. વિવેચન :પ્રત્યાખ્યાન - નિશ્ચિત કાલ મર્યાદા પર્યત અથવા યાવજીવન પર્યત પાપકારી પ્રવૃત્તિનો અથવા પદાર્થોનો ત્યાગ કરવો તેને પ્રત્યાખ્યાન કહે છે.
ત્યાગની શુદ્ધિ માટે તેમાં શ્રદ્ધા, વિનય, સામર્થ્ય આદિ અન્ય ગુણો આવશ્યક છે. શુદ્ધિની અપેક્ષાએ સૂત્રકારે તેના પાંચ ભેદ કર્યા છે. સદ્દા સુદ્ધ:- શ્રદ્ધાપૂર્વક, સમજણપૂર્વક, રુચિપૂર્વક જે પ્રત્યાખ્યાન કરવામાં આવે તે શ્રદ્ધાન શુદ્ધ પ્રત્યાખ્યાન છે.
મુદ્દે - જે પ્રત્યાખ્યાન વિનયની અપેક્ષાએ શુદ્ધ હોય તેને વિનયશુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. ગુરુજનોની સમક્ષ મન, વચન, કાયાના વિનયપૂર્વક પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવો, તે વિનયશુદ્ધ પ્રત્યાખ્યાન છે. અજુભાસપાસુ – પ્રત્યાખ્યાન સ્વીકાર કરાવવા માટે ગુરુજનો જે શબ્દોનું ઉચ્ચારણ કરે, તેનું પુનઃ ઉચ્ચારણ કરવું તેને અનુભાષણ શુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. જેમ કે પ્રત્યાખ્યાન કરાવતા ગુરુજનો ‘વોસિરેહ” શબ્દ બોલે ત્યારે શિષ્ય “વોસિરામિ’ શબ્દનું ઉચ્ચારણ કરીને પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે તે અનુભાષણ શુદ્ધ પ્રત્યાખ્યાન છે. अणुपा
- સ્વીકૃત પ્રત્યાખ્યાનનું દુર્ભિક્ષમાં, રોગાદિ કોઈ પણ ઉપસર્ગ કે પરિષદના સમયે યથાવતુ પાલન કરવું, પ્રત્યાખ્યાનનો ભંગ ન કરવો તે અનુપાલના શુદ્ધ પ્રત્યાખ્યાન છે. ભાવસુ - રાગ, દ્વેષ, મોહ, આશંસા, નિદાન આદિ કોઈ પણ દોષ વિના, શુદ્ધ ભાવે પ્રત્યાખ્યાન કરવા તે ભાવશુદ્ધ પ્રત્યાખ્યાન છે. પાંચ પ્રકારના પ્રતિક્રમણ :५२ पंचविहे पडिक्कमणे पण्णत्ते, तं जहा- आसवदारपडिक्कमणे, मिच्छत्त