________________
| ૯૬ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
आभिणिबोहिय-णाणावर-णिज्जे, सुयणाणावरणिज्जे, ओहिणाणावरणिज्जे, मणपज्जव-णाणावरणिज्जे, केवल- णाणावरणिज्जे । ભાવાર્થ:- જ્ઞાનાવરણીયકર્મના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આભિનિબોધિક જ્ઞાનાવરણીય (૨) શ્રુત જ્ઞાનાવરણીય (૩) અવધિ જ્ઞાનાવરણીય (૪) મનઃ પર્યવ જ્ઞાનાવરણીય (૫) કેવલ જ્ઞાનાવરણીય.
વિવેચન :
પ્રસ્તુતમાં આત્માના જ્ઞાનગુણ અને તેને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મનું કથન છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે. તેથી તેને આવરણ કરનાર કર્મના પણ પાંચ પ્રકાર છે. જ્ઞાનાદિનું સ્વરૂપ વર્ણન નંદીસૂત્ર પ્રમાણે જાણવું. (૧) આભિનિબોવિક જ્ઞાનાવરણીય - ચાર પ્રકારની બુદ્ધિથી જે જ્ઞાન થાય તે અશ્રુત-નિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે અને ઈન્દ્રિય તથા મનના માધ્યમે, શ્રુત(આગમ) અનુભવે ઉત્પન્ન મતિ દ્વારા જે જ્ઞાન થાય તે શ્રત-નિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. આ બંને પ્રકારના જ્ઞાનને આવરિત કરનારા કર્મને મતિજ્ઞાનાવરણીય કર્મ કહે છે. (૨) શ્રુતજ્ઞાનાવરણીય કર્મ – પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા ગ્રહિત વિષયમાં વિશિષ્ટ વિચારણા દ્વારા જે જ્ઞાન થાય તે તથા શ્રવણની મુખ્યતાએ, શાસ્ત્રના માધ્યમે જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન કહેવાય છે. તેને આવરિત કરનારા કેમેને શ્રુતજ્ઞાનાવરણીય કેમે કહે છે. (૩) અવધિજ્ઞાનાવરણીય કર્મ :- ઇન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી થતાં, રૂપી પદાર્થને વિષય કરતાં, ક્ષેત્ર-કાળની મર્યાદા ધરાવતા જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. તેને આવરણ કરતા કર્મને અવધિજ્ઞાનાવરણીય કર્મ કહે છે. (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ - સંશી જીવોના મનોગત ભાવોને જાણે તે મન:પર્યવજ્ઞાન અને તેને આવરણ કરનારા કર્મને મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ કહે છે. (૫) કેવળ જ્ઞાનાવરણીય કર્મ :- લોકાલોકને, ત્રણે કાળને, સર્વ દ્રવ્યને જાણે તે કેવળજ્ઞાન અને તેને આવરણ કરનારા કર્મને કેવળ જ્ઞાનાવરણીય કર્મ કહે છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર :५० पंचविहे सज्झाए पण्णत्ते, तं जहा- वायणा, पुच्छणा, परियट्टणा, अणुप्पेहा, धम्मकहा। ભાવાર્થ :- સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વાચના- પઠન પાઠન કરવું (૨) પૃચ્છના- સંદિગ્ધ વિષય અંગે પૂછવું (૩) પરિવર્તના- ભણેલા વિષયને ફેરવવો (૪) અનુપ્રેક્ષા-વિષયનું