________________
સ્થાન - ૫ઃ ઉદ્દેશક - ૩
૯૫
(૪) નળાખંતર્ :- ગણના અનંત. સંખ્યાની દૃષ્ટિએ અનંત. જૈન ગણિત પ્રમાણે ગણનાના ત્રણ પ્રકાર છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત. સંખ્યાતની ગણના થાય છે. અસંખ્યાતની ગણના થતી નથી તેમ છતાં તે સાંત છે. દેવ વગેરે કોઈપણ તેનો અંત પામી શકે છે પરંતુ અનંતની ગણના થતી નથી અને તેનો અંત પણ આવતો નથી. દેવો પણ તેનો અંત પામી શકતા નથી.
(५) परसाणंत :– પ્રદેશ અનંત. આકાશમાં અને અનંતપ્રદેશી પુદ્ગલ દ્રવ્યમાં પ્રદેશ અનંત હોય છે. અહીં તે પ્રદેશની અનંતતા સૂચિત છે.
(૬) પ્ાો બળતણ્ :– એક બાજુ અનંતની ગણનાને એકતઃ અનંત કહે છે. જેમ એક આકાશપ્રદેશની એક શ્રેણીમાં લંબાઈની અપેક્ષાએ અનંતપ્રદેશ છે, તે એકતઃ અનંત છે અથવા કેવળ અતીતકાલના કે કેવળ અનાગતના અનંત સમયની ગણના કરવી.
(૭) વુહો અનંત૬ :– બે બાજુથી અનંતની ગણનાને દ્વિધા અનંત કહે છે. જેમ પ્રતર ક્ષેત્રમાં લંબાઈ
અને પહોળાઈ બંને અપેક્ષાએ અનંતપ્રદેશ છે અથવા અતીતકાળ અને ભવિષ્યકાળ બંનેની અપેક્ષાએ અનંત સમયની ગણના કરવી. એકતઃ અને ઉભયતઃમાં અનંત શબ્દ ક્ષેત્ર અને કાળ વિસ્તારને સૂચિત કરે છે. (૮) રેસવિસ્થારાખંતપ્ – દેશ વિસ્તાર અનંત. દિશા અને પ્રતરની અપેક્ષાએ અનંત. દિશાઓનો પ્રારંભ મેરુ પર્વતના મધ્યભાગે સ્થિત રુચક પ્રદેશોથી થાય છે. પૂર્વાદિ કોઈ એક દિશા રૂપ ક્ષેત્ર વિશેષને એક દેશ કહે છે. તે એક દેશનો વિસ્તાર અને તેમાં અનંત આકાશપ્રદેશ છે તેને દેશ વિસ્તાર અનંત કહે છે.
(e) सव्ववित्थाराणंतए :– સર્વ વિસ્તાર અનંત. ક્ષેત્ર વ્યાપકતાની દૃષ્ટિએ અનંત. સંપૂર્ણ આકાશ પ્રદેશની અનંતતા.
(૧૦) સાસયાળતણ્ :– શાશ્વત અનંત. શાશ્વતતા અને નિત્યતાની દૃષ્ટિએ અનંત. આદિ-અંત રહિત સ્થિતિવાળા જીવાદિ પદાર્થને શાશ્વત અનંત કહે છે.
સ્થાન-૧૦, સૂત્ર-૫૯માં આ જ દસ પ્રકારના અનંતનું કથન છે.
જ્ઞાન અને જ્ઞાનાવરણીયકર્મ પ્રકાર :
४८ पंचविहे णाणे पण्णत्ते, तं जहा- आभिणिबोहियणाणे, सुयणाणे, ओहिणाणे, मणपज्जवणाणे, केवलणाणे ।
ભાવાર્થ :- જ્ઞાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આભિનિબોધિક જ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન.
४९ पंचविहे णाणावर णिज्जे कम्मे पण्णत्ते, तं નહીં