________________
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સમય, તેમ એક પછી એક સમયની નિરંતરતાને સમય આનંતર્ય કહે છે. સમયે-સમયે થતાં કાર્યને પણ સમયાનંતર્ય કહી શકાય.
સામUTગતરિપ :- સામાન્ય આનંતર્ય, શ્રામાણ્ય આનંતર્ય. ઉત્પાદ, વ્યય વગેરે વિશેષ પર્યાયની વિવક્ષા વિનાની નિરંતરતાને સામાન્ય આનંતર્ય કહે છે. ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણીમાં ચારિત્રની નિરંતરતા હોય છે અર્થાતુ તેની વચ્ચે ચરિત્ર પરિણામનો વ્યવધાન થતો નથી (વિરહ પડતો નથી) તેને શ્રામણ્ય આનંતર્ય કહે છે.
અનંતના પ્રકાર:|४७ पंचविहे अणंतए पण्णत्ते, तं जहा- णामाणतए, ठवणाणंतए, दव्वाणंतए, गणणाणतए पएसाणतए ।
अहवा- पंचविहे अणंतए पण्णत्ते, तं जहा- एगतोणंतए, दुहओणंतए, देसवित्थाराणंतए, सव्ववित्थाराणंतए, सासयाणंतए । ભાવાર્થ - અનંતના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામ અનંત (૨) સ્થાપના અનંત (૩) દ્રવ્ય અનંત (૪) ગણના અનંત (૫) પ્રદેશ અનંત
અથવા અનંતના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) એકતઃ અનંત (૨) દ્વિધા અનંત (૩) દેશ વિસ્તાર અનંત (૪) સર્વ વિસ્તાર અનંત (૫) શાશ્વત અનંત.
વિવેચન :
અળતા = જેનો અંત ન હોય તે અનંત. પ્રસ્તુત સુત્રમાં અનંત શબ્દનો પ્રયોગ અનેક સંદર્ભમાં થયો છે. તેમાં પ્રથમના ત્રણ ભેદમાં નામાદિ ત્રણ નિક્ષેપથી અને શેષ સાત ભેદમાં ભાવનિક્ષેપથી કથન છે.
(૧) નામidઈ - નામ અનંત. કોઈ વ્યક્તિ કે વસ્તુનું નામ ‘અનંત’ રાખવું. જેમ અનંતનાથ, અનંત ચતુર્દશી. (૨) વાત – સ્થાપના અનંત. સચિત્ત કે અચિત્ત વસ્તુ, મૂર્તિ, નકશામાં અનંતની સ્થાપના કરવી.
નામ અને સ્થાપના અનંતમાં અનંત શબ્દના અર્થની મુખ્યતા નથી પરંતુ નામકરણ અને આરોપણાની મુખ્યતા છે. (૩) વળ્યાબંત - દ્રવ્ય અનંત. જીવ, પુદ્ગલ અને કાળ દ્રવ્ય અનંત છે. તેમાં વ્યક્તિ કે વસ્તુ રૂપે દ્રવ્યની અનંતતા સૂચિત છે.