________________
શ્રી ઠાણાગ સત્ર-૨
શરીરમાંથી જીવ નીકળવાના માર્ગ:४४ पंचविहे जीवस्स णिज्जाणमग्गे पण्णत्ते, तं जहा- पाएहिं, ऊरूहिं, उरेणं, सिरेणं सव्वंगेहिं । ___पाएहिं णिज्जायमाणे णिरयगामी भवइ, ऊरूहि णिज्जायमाणे तिरियगामी भवइ, उरेणं णिज्जायमाणे मणुयगामी भवइ, सिरेणं णिज्जायमाणे देवगामी भवइ, सव्वंगेहिं णिज्जायमाणे सिद्धिगइ पज्जवसाणे पण्णत्ते । ભાવાર્થ:- શરીરમાંથી જીવ નીકળવાના પાંચ માર્ગ છે, તે આ પ્રમાણે છે– (૧) પગ (૨) સાથળ (૩) હૃદય (૪) મસ્તક (૫) સર્વાગ.
(૧) પગથી નિર્માણ કરનારો(નીકળેલો) જીવ નરકગામી હોય, (૨) સાથળથી નીકળેલો જીવ તિર્યંચગામી હોય, (૩) હૃદયથી નીકળેલો જીવ મનુષ્યગામી હોય, (૪) મસ્તકથી નીકળેલો જીવ દેવગામી હોય, (૫) સર્વાગથી નીકળેલો જીવ સિદ્ધગતિમાં પર્યવસિત હોય છે.
વિવેચન :
foMUH :- મૃત્યુ સમયે આત્મપ્રદેશો શરીરના જે ભાગમાંથી કે શરીરના જે માર્ગથી નિર્ગમન કરે, બહાર નીકળે તેને અહીં નિર્માણ માર્ગ કહ્યો છે. પાંચ નિર્માણ માર્ગ અને તેના ફળ સુત્રાર્થથી સ્પષ્ટ છે.
બંધાદિનો છેદ, ઉત્પત્તિકાળઃ
४५ पंचविहे छेयणे पण्णत्ते,तं जहा- उप्पायछेयणे, वियच्छेयणे, बंधच्छेयणे, पएसच्छेयणे, दोधारच्छेयणे । ભાવાર્થ:- છેદન (વિભાગ)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્પાદ છેદન- ઉત્પાદ પર્યાયના આધારે વિભાગ કરવો (૨) વ્યય છેદન– વિનાશ પર્યાયના આધારે વિભાગ કરવો (૩) બંધ છેદન- કર્મ બંધનું છેદન અથવા પુદ્ગલ સ્કંધનું વિભાજન (૪) પ્રદેશ છેદન- નિર્વિભાગી વસ્તુના પ્રદેશનું બુદ્ધિથી વિભાજન (૫) દ્વિધા છેદન- કોઈ વસ્તુના બે ભાગ કરવા.
४६ पंचविहे आणंतरिए पण्णत्ते, तं जहा-उप्पायाणंतरिए, वियाणंतरिए, पए- साणंतरिए, समयाणंतरिए, सामण्णाणंतरिए ।
ભાવાર્થ :- આનન્તર્ય(અવિરહકાળ–અંતર રહિત)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્પાદ આનન્તર્ય– નિરંતર ઉત્પત્તિ (૨) વ્યય આનન્તર્ય- નિરંતર વિનાશ (૩) પ્રદેશ આનન્તર્ય– નિરંતર