________________
સ્થાન - ૫ : ઉદ્દેશક - ૩
विसमं पवालिणो परिणमंति, अणुदुऊ देंति पुप्फफलं । वासं ण सम्मं वासइ, तमाहु संवच्छरं कम्मं ॥ ३ ॥
पुढविदगाणं तु रसं, पुप्फफलाणं तु देइ आइच्चो । अप्पेण वि वासेणं, सम्मं णिप्फज्जए सस्सं ॥ ४ ॥
आइच्च-तेअ-तविया, खणलवदिवसा उऊ परिणमंति । पूरेइ य णिण्णथले, तमाहु अभिवड्ढियं जाण ॥ ५ ॥
૯૧
ભાવાર્થ :- લક્ષણ સંવત્સરના પાંચપ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નક્ષત્ર સંવત્સર (૨) ચંદ્ર સંવત્સર (૩) ૠતુ સંવત્સર (૪) આદિત્ય સંવત્સર (૫) અભિવર્ધિત સંવત્સર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર વગેરેની ભિન્ન-ભિન્ન ગતિ આધારિત જુદા-જુદા સંવત્સર અને તેના ભેદનું નિરૂપણ છે. તેમાં નક્ષત્ર સંવત્સરના ૧૨ પ્રકાર અને શનૈશ્વર સંવત્સરના ૨૮ પ્રકાર હોવાથી સૂત્રકારે પાંચમા સ્થાનમાં તેનું ગ્રહણ કર્યું નથી. શેષ યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર અને લક્ષણ સંવત્સરના પાંચ-પાંચ ભેદ ભાવાર્થથી સ્પષ્ટ છે. તેના વિસ્તૃત વિવેચન માટે જુઓ : શ્રી જંબદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર વક્ષસ્કાર-૭, સૂત્ર-૧૧૫ થી ૧૨૧.
--
(૧) નક્ષત્ર લક્ષણ સંવત્સર :– કૃતિકા આદિ નક્ષત્રોનો યથા સમયે ચંદ્ર-સૂર્ય સાથે યોગ થતો હોય; જે માસનું જે મુખ્ય નક્ષત્ર હોય તે સ્વભાવથી પૂર્ણિમાના દિવસે યોગ ધરાવતું હોય, ઋતુ સમરૂપે પરિણમિત થતી હોય, અતિ ગરમી કે ઠંડી ન હોય, પરિપૂર્ણ વર્ષા હોય, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને નક્ષત્ર સંવત્સર કહે છે.
(૨) ચંદ્ર લક્ષણ સંવત્સર :– માસથી વિષમ નામવાળા નક્ષત્ર પૂર્ણિમાના દિવસે ચંદ્ર સાથે યોગ કરતા હોય, ઋતુ કષ્ટકર હોય, અતિવૃષ્ટિ હોય, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને ચંદ્ર સંવત્સર કહે છે.
(૩) કર્મ-ૠતુ લક્ષણ સંવત્સર ઃ– વિષમ કાળે વનસ્પતિ અંકુરિત થાય, વૃક્ષ પર ફૂલો આવે, યથોચિત વર્ષા ન થાય, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને કર્મ-ૠતુ સંવત્સર કહે છે.
(૪) આદિત્ય લક્ષણ સંવત્સર – પૃથ્વી, જળ, પુષ્પ, ફળ વગેરેમાં સૂર્ય યથાર્થ રસ પ્રદાન કરે, વરસાદ થોડો હોવા છતાં પર્યાપ્ત માત્રામાં અનાજ નિષ્પન્ન થાય, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને આદિત્ય સંવત્સર કહે છે.
=
(૫) અભિવર્ધિત લક્ષણ સંવત્સર :– સૂર્યના પ્રચંડ તાપથી ભૂમિ પરિતપ્ત રહે, ઋતુઓનું પરિણમન અત્યલ્પકાલીન હોય, નિમ્ન સ્થળો પાણીથી પૂર્ણ ભરેલા રહે, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને અભિવર્ધિત સંવત્સર કહે છે.