________________
૯૦
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
પાંચ પ્રકારના સંવત્સર :
४० पंच संवच्छरा पण्णत्ता, तं जहा - णक्खत्तसंवच्छरे, जुगसंवच्छरे, पमाण- संवच्छरे, लक्खणसंवच्छरे, सणिच्छरसंवच्छरे ।
ભાવાર્થ :- સંવત્સર(વર્ષ)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નક્ષત્ર સંવત્સર :– નક્ષત્રની ગતિના આધારે નિશ્ચિત થતાં સંવત્સરને નક્ષત્ર સંવત્સર કહે છે. (૨) યુગ સંવત્સર ઃ– પાંચ વર્ષના સમુદાય રૂપ યુગને યુગ સંવત્સર કહે છે. (૩) પ્રમાણ સંવત્સર :– ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ સંવત્સરોના અહોરાત્ર પ્રમાણને પ્રમાણ સંવત્સર કહે છે. (૪) લક્ષણ સંવત્સર :– ચંદ્ર, સૂર્ય વગેરે સંવત્સરો સૂત્રનિર્દિષ્ટ લક્ષણોથી યુક્ત હોય તો તેને લક્ષણ સંવત્સર કહે છે.
(૫) શનૈશ્વર સંવત્સર :– શનિ મહાગ્રહના ૨૮ નક્ષત્ર અથવા ૧૨ રાશિને ભોગવવાના કાળને શનૈશ્વર સંવત્સર કહે છે.
૪૨ ઝુલવ∞રે વિષે પળત્તે, તું બહા- ચડે, વે, અભિવ,િ ચંડે, अभिवड्डिए चेव ।
ભાવાર્થ :- યુગ સંવત્સરના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર સંવત્સર- ૧૨ ચંદ્ર માસને ચંદ્ર સંવત્સર કહે છે. (૨) ચંદ્ર સંવત્સર (૩) અભિવર્ધિત સંવત્સર– એક અધિક માસ સહિતના ૧૩ ચંદ્ર માસને અભિવર્ધિત સંવત્સર કહે છે. (૪) ચંદ્ર સંવત્સર (૫) અભિવર્ધિત સંવત્સર.
૪૨ ૫માળસવ પંવિષે પળત્તે, તેં નહા- ળવવૃત્ત, ચલે, ડ, આફત્ત્વે, अभिवड्डिए ।
ભાવાર્થ :- પ્રમાણ સંવત્સરના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નક્ષત્ર સંવત્સર– ૩૨૭૫૧ દિવસ પ્રમાણ છે. (૨) ચંદ્ર સંવત્સર- ૩૫૪ દિવસ પ્રમાણ છે. (૩) ૠતુ સંવત્સર- ૩૬૦ દિવસ પ્રમાણ છે. (૪) આદિત્ય સંવત્સર- ૩૬૬ દિવસ પ્રમાણ છે. (૫) અભિવર્ધિત સંવત્સર- ૩૮૩ દિવસ પ્રમાણ છે.
४३ लक्खणसंवच्छरे, पंचविहे पण्णत्ते, तं जहा
समगं णक्खत्ता जोगं जोयंति, समगं उऊ परिणमंति । णच्चुण्हं णाइसीओ, बहूदओ होइ णक्खत्तो ॥ १ ॥ ससिं समग पुण्णमासिं, जोएंति विसमचारि णक्खत्ता । कडुओ बहूदओ वा, तमाहु संवच्छरं चंदं ॥ २ ॥