________________
સ્થાન - ૫ઃ ઉદ્દેશક- ૩.
૮૯ ]
સર્વ જીવના પ્રકાર :३८ पंचविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- कोहकसाई, माणकसाई, मायाकसाई, लोभकसाई, अकसाई । अहवा-पंचविहा सव्वजीवा पण्णत्ता, તં નહ- ખેરા, તિરિવાજુનોળિયા, મજુસ્સા, દેવા, સિT I ભાવાર્થ :- સર્વ જીવના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ કષાયી (૨) માન કષાયી (૩) માયા કષાયી (૪) લોભ કષાયી (૫) અકષાયી. અથવા સર્વ જીવના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે(૧) નારક (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવ (૫) સિદ્ધ. કઠોળની યોનિનું કાળમાન - | ३९ अह भंते! कल-मसुर-तिल-मुग्ग-मास-णिप्फाव-कुलत्थ-आलिसंदग-सतिणपलि- मंथगाण-एएसि णं धण्णाणं कुट्ठाउत्ताणं पल्लाउत्ताणं मचाउत्ताणं मालाउत्ताणं ओलित्ताणं विलित्ताणं लंछियाणं मुद्दियाणं पिहियाणं केवइयं कालं जोणी संचिट्ठइ ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पंच संवच्छराई । तेण परं जोणी पमिलायइ, तेण परं जोणी पविद्धंसइ, तेण परं जोणी विद्धंसइ, तेण परं बीए अबीए भवइ, तेण परं जोणी वोच्छेए पण्णत्ते ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વટાણા, મસૂર, તલ, મગ, અડદ, નિષ્પાવ(એક પ્રકારનું ધાન્ય) કળથી, ચોળા, તુવેર અને કાળા ચણા, આ ધાન્યને કોઠીમાં, પલ્યમાં, માંચડામાં, માલ્યમાં(મેડામાં) સુરક્ષિત રાખી, ઢાંકણુ ઢાંકી, છાણથી લીંપી, ચારે બાજુથી લીંપીને, રેખાઓથી લાંછિત કરી, મુદ્રિત (બંધ) કરી, સારી રીતે સુરક્ષિત રાખી દેવામાં આવે તો તેની યોનિ(ઉત્પાદ શક્તિ) કેટલા કાલ સુધી રહી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પાંચ વર્ષ સુધી તેની ઉત્પાદક શક્તિ રહી શકે છે. ત્યાર પછી તેની યોનિ ક્રમશઃ પ્લાન થાય છે. ત્યાર પછી તેની યોનિ ક્રમશઃ વિધ્વસ્ત થાય છે. ત્યાર પછી યોનિ ક્રમશઃ ક્ષીણ થાય છે, ત્યાર પછી બીજ અબીજ થાય છે, ત્યાર પછી તેની યોનિનો વિચ્છેદ થઈ જાય છે.
વિવેચન :
ત્રીજા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં પાંચ પ્રકારના અનાજની યોનિનો સ્થિતિકાળ દર્શાવેલ છે. પ્રસ્તુત સુત્રમાં દસ પ્રકારના કઠોળ ધાન્યનો યોનિ કાલ દર્શાવ્યો છે. ગોળનું ઉત્પાદન શક્તિ. સારી રીતે સાચવેલા કઠોળની અંકુર ઉત્પાદન શક્તિ પાંચ વરસ પછી ક્રમશઃ નાશ પામે છે. તેનું સંપૂર્ણ વર્ણન સ્થાન-૩, ઉદ્દે.-૧, સૂત્ર-પપ પ્રમાણે જાણવું.