________________
૮૮ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
વિવેચન :
નામ = સમિતિ, સમ્યક પ્રવૃત્તિ. ચાલવા, બોલવા વગેરેની ક્રિયા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સમ્યક પ્રકારે કરવી તેને સમિતિ કહે છે. તેના પાંચ પ્રકારનું સ્વરૂપ ભાવાર્થથી સ્પષ્ટ છે. સંસારી જીવના પાંચ પ્રકાર:|३६ पंचविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, तं जहा- एगिदिया, बेइंदिया, तेइंदिया, चउरिंदिया, पचिंदिया । ભાવાર્થ :- સંસાર સમાપત્રક(સંસારી) જીવના પાંચ પ્રકાર છે યથા- (૧) એકેન્દ્રિય (૨) બેઇન્દ્રિય (૩) તેઇન્દ્રિય (૪) ચૌરેન્દ્રિય (૫) પંચેન્દ્રિય. એકેન્દ્રિયાદિ જીવોની ગતિ આગતિઃ३७ एगिंदिया पंचगइया पंचागइया पण्णत्ता, तं जहा- एगिदिए एगिदिएसु उववज्जमाणे एगिदिएहिंतो वा जाव पंचिंदिएहिंतो वा उववज्जेज्जा । से चेव णं से एगिदिए एगिंदियत्तं विप्पजहमाणे एगिंदियत्ताए वा जाव पंचिंदियत्ताए वा गच्छेज्जा ।
बेइंदिया पंचगइया पंचागइया एवं चेव । एवं जाव पंचिंदिया पंचगइया पंचागइया पण्णत्ता, तं जहा- पंचिंदिए जाव गच्छेज्जा । ભાવાર્થ – એકેન્દ્રિય જીવો પંચગતિક છે અને પંચગતિક હોય છે. તે આ પ્રમાણે છે– (૧) એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિયમાંથી નીકળીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અર્થાત્ એકેન્દ્રિયમાં આવે છે. (૨) તે જ એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય પર્યાયને છોડીને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિદ્રિય અથવા પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અર્થાતુ એકેન્દ્રિય જીવ પાંચેય જાતિમાં જાય છે.
બેઇન્દ્રિય જીવ પંચ ગતિક અને પંચ આગતિક હોય છે. તે એકેન્દ્રિયની જેમ જ જાણવું. તે જ રીતે પંચેન્દ્રિય પર્યતના સર્વ જીવો પંચ ગતિક અને પંચ આગતિક હોય છે. યાવત પંચેન્દ્રિય જીવો મરીને પાંચ પ્રકારના જીવોમાં ઉત્પન્ન થઈ શકે છે.
વિવેચન :
TH-HI :- જવું-આવવું. એકેન્દ્રિયાદિ જીવ આયુષ્ય પૂર્ણ કરી જે ગતિમાં જાય તે ગતિ કહેવાય છે અને જે ગતિમાંથી આવી એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય તે આગતિ કહેવાય છે. એકેન્દ્રિયથી પંચેંદ્રિય પર્યંતના જીવોની પાંચ ગતિ, પાંચ આગતિ સૂત્રાર્થથી સ્પષ્ટ છે.