________________
સ્થાન - ૫ઃ ઉદ્દેશક - ૩
८७
ભાવાર્થ:- પાંચ ઉત્કલ(ઉત્કટ શક્તિ-સંપન્ન) પુરુષ છે, તે આ પ્રમાણે છે– (૧) દંડોત્કલ (૨) રાજ્યોત્કલ (૩) સ્ટેનોત્કલ (૪) દેશોત્કલ (૫) સર્વોત્કલ.
વિવેચન :
તાઃ– ઉત્કલ, ઉત્કટ. વૃત્તિકારે પ્રસ્તુત સૂત્રગત 'ઉત્કલ' શબ્દનો 'ઉત્કટ' અર્થ કરીને વ્યાખ્યા કરી છે. (૧) વૈંકુવતે :- દંડ એટલે આજ્ઞા. ગુરુજનોની કઠોરમાં કઠોર આજ્ઞા પાળનારા સાધકને દંડોત્કટ કહેવાય છે. દંડનો બીજો અર્થ અનુશાસનાત્મક કાર્યવાહી થાય છે. વ્યક્તિ આજ્ઞા અને અનુશાસન બંન્નેનું પાલન કરતાં મહાન બનવાનો પ્રયાસ કરે છે. વ્યાવહારિક ક્ષેત્રે કઠોર અનુશાસનમાં રહી કાર્ય કરનારા સૈનિકો, આરક્ષકો આદિ પણ દંડોત્કટ કહેવાય છે. તાત્પર્ય એ છે કે જેની આજ્ઞા પ્રબળ હોય, અપરાધ માટે જેનો દંડ પ્રબળ હોય, જેનું સેના બળ પ્રબળ હોય, દંડ દ્વારા આગળ વધે તે ઠંડોત્કલ કહેવાય છે.
(૨) રબ્બુવતે – જે વ્યક્તિ રાજકીય પ્રભુતાના બળે કઠિન કાર્ય કરે, રાજકીય સન્માન તથા પ્રતિષ્ઠાને કારણે જે મહાન ગણાય, તે રાજ્યોત્કલ કહેવાય છે.
(૩) તેવુ~ત્તે :– જે વ્યક્તિ ચોરી કરવા કઠિન, સાહસિક કાર્યો કરે, જે ચોર, ડાકુનો સરદાર હોય અને તેમાં પોતાની મહત્તા સમજે, તે સ્વેનોત્કલ કહેવાય છે.
(૪) ફેબ્રુવન્તે – જે વ્યક્તિ કોઈ દેશ વિશેષ અથવા સ્થાન વિશેષના પ્રભાવે કઠિન શ્રમ કરનારા હોય તેવા લોકોને સ્થાન આદિના પ્રભાવે જે મહત્તા પ્રાપ્ત થાય તે દેશોન્કલ કહેવાય છે.
(૫) સવ્વુપ્તે :– જે વ્યક્તિ સર્વ પ્રકારે શ્રમશીલ અને સર્વ રૂપે મહાન હોય, તે સર્વોત્કલ કહેવાય. સમિતિઃ
રૂપંચ સમિઓ પળત્તાઓ, તું બહા- ફરિયાસમિ, માસાલમિડું, કળાસમિડું, आयाणभंडमत्त-णिक्खेवणा-समिई, उच्चारपासवण खेलसिंघाणजल्लपारिठावणिया- समिई ।
ભાવાર્થ :- સમિતિના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઈર્યા સમિતિ– સાવધાનીપૂર્વક ચાલવું, સાડા ત્રણ હાથ ભૂમિ જોતાં જોતાં ચાલવું (૨) ભાષા સમિતિ– સાવધાનીપૂર્વક બોલવું, હિત, મિત, પ્રિય વચન બોલવા. (૩) એષણા સમિતિ– સાવધાનીપૂર્વક ગૌચરી લેવી, નિર્દોષ ભિક્ષા લેવી. (૪) આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ– વસ્ત્ર, પાત્ર આદિ કોઈ પણ વસ્તુ સાવધાનીપૂર્વક લેવી, મૂકવી, વાપરવી. (૫) ઉચ્ચાર, પ્રસવણ, શ્લેષ્મ, જલ્લ, સિંઘાણપારિસ્થાપનિકા સમિતિ– મલ, મૂત્ર, શ્લેષ્મ-કફ, શરીરનો મેલ, નાસિકાનો મેલ વગેરેને નિર્જન અને નિર્દોષ સ્થાનમાં પરઠવું.