________________
[ ૮૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
(૧) અતિથિ વનપક – અતિથિદાનની પ્રશંસા કરી ભોજનની યાચના કરનાર. (૨) કૃપણ વનપક - કૃપણદાન અર્થાત્ રોગી, હીન અંગવાળાને દાન દેવાથી મહાફળ થાય તેમ, કૃપણદાનની પ્રશંસા કરી ભોજનની યાચના કરનાર. (૩) બ્રાહાણ વનપક :- બ્રાહ્મણ તો ભુદેવ કહેવાય વગેરે વાક્યો દ્વારા બ્રાહ્મણદાનની પ્રશંસા કરી ભોજનની યાચના કરનાર. (૪) શ્વાન વનીપક :- કૂતરાના દાનની પ્રશંસા કરે, જેમ કે- કૂતરા, કાગડા વગેરેને દાન આપવાથી મહાપુણ્યનો બંધ થાય તેમ પશુદાનની પ્રશંસા કરી ભોજનની યાચના કરનાર, (૫) શ્રમણ વનપક :- શ્રમણ દાનની પ્રશંસા કરી ભોજનની યાચના કરનાર. અહીં શ્રમણ શબ્દથી શાક્ય, તાપસ, ઐરિક, આજીવક અને નિગ્રંથનું ગ્રહણ થાય છે. પ્રશંસાવૃત્તિથી અને સાધુવેષના આધારે મેળવેલા આહાર, પાણીથી જીવન નિર્વાહ કરનારા જ શ્રમણ વનપક કહેવાય છે. શુદ્ધ સાધુવૃત્તિવાળા નિગ્રંથ વનપક કહેવાતા નથી. અચેલકતાની પ્રશસ્તતા :३३ पंचहि ठाणेहिं अचेलए पसत्थे भवइ, तं जहा- अप्पापडिलेहा, लाघविए पसत्थे, रूवे वेसासिए, तवे अणुण्णाए, विउले इदियणिग्गहे । ભાવાર્થ - પાંચ કારણે અચેલક શ્રમણ પ્રશસ્ત(પ્રશંસા પ્રાપ્ત) હોય છે, તે આ પ્રમાણે છે
(૧) અચલકની પ્રતિલેખના અલ્પ હોય છે (૨) અચલકની લાઘવતા પ્રશસ્ત હોય છે (૩) અચલકનું રૂપ વિશ્વાસ યોગ્ય હોય છે (૪) અચલકનું તપ અનુજ્ઞાત (જિનાજ્ઞા પ્રમાણે) હોય છે (૫) અચલકનો ઇન્દ્રિય નિગ્રહ મહાન હોય છે. વિવેચન :અનg:- ચેલનો અર્થ છે વસ્ત્ર અને અચેલનો અર્થ છે– વસ્ત્ર રહિત. અલ્પ વસ્ત્રને ધારણ કરનાર પણ અચેલક કહેવાય છે. અચલકના બે પ્રકાર છે. (૧) જિનકલ્પી અચેલક (૨) સ્થવિરકલ્પી અચલક. જિનકલ્પી અચેલક સર્વથા વસ્ત્ર રહિત હોય છે જ્યારે સ્થવિર કલ્પી અચેલક અલ્પ મૂલ્યવાળા, પરિમિત, જીર્ણ વસ્ત્રને ધારણ કરે છે. અલ્પ ઉપધિના કારણે પ્રતિલેખના અલ્પ કરવી વગેરે પાંચ કારણથી અચેલકતાને પ્રશસ્ત કહેવામાં આવે છે. તે પાંચ કારણ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ઉત્કટ શક્તિસંપન્ન પુરુષના પ્રકાર :
३४ पंच उक्कला पण्णत्ता, तं जहा- दंडुक्कले, रज्जुक्कले, तेणुक्कले, સુને, સબુરુને !