SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન - ૫ઃ ઉદ્દેશક – ૩ ૮૫ ભાવાર્થ :- મત્સ્ય(મચ્છ)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જલ પ્રવાહની દિશામાં ચાલનારા (૨) જલ પ્રવાહની વિપરીત દિશામાં ચાલનારા (૩) જલ પ્રવાહના કિનારે-કિનારે ચાલનારા (૪) જલ પ્રવાહની મધ્યમાં ચાલનારા (૫) પાણીમાં સર્વત્ર વિચરણ કરનારા. તે જ રીતે ભિક્ષુના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– અનુશ્રોતચારી, પ્રતિશ્રોતચારી, અંતચારી, મધ્યચારી અને સર્વચારી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અભિગ્રહધારી મુનિના ભિક્ષા ગ્રહણ સંબંધી(અભિગ્રહોની) પ્રરૂપણા પ્રસ્તુત સૂત્રાનુસાર અભિગ્રહધારી ભિક્ષુ ભિક્ષાર્થે પાંચ પ્રકારે ગમન કરે છે. કે (૧) અનુશ્રોતચારી :– ઉપાશ્રયની પાસેના ઘરથી કે શેરીના પ્રારંભના ઘરથી ક્રમશઃ ગોચરીનો પ્રારંભ કરનારા ભિક્ષુ અનેશ્રોતચારી કહેવાય છે. (૨) પ્રતિશ્નોતચારી :– શેરીના છેલ્લા ઘરથી ગોચરીનો પ્રારંભ કરનારા. વિપરીત ક્રમથી ગોચરી કરતાં કરતાં ઉપાશ્રયે આવનારા ભિક્ષુ પ્રતિશ્રોતચારી કહેવાય છે. (૩) અંતચારી :– નગર-ગ્રામાદિ કે શેરીના અંત ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા લેનારા ભિક્ષુ અંતચારી કહેવાય છે. (૪) મધ્યચારી :– નગર, ગ્રામાદિ કે શેરીના મધ્યભાગમાં સ્થિત ઘરોથી ગોચરી કરનારા ભિક્ષુ મધ્યચારી કહેવાય છે. (૫) સર્વચારી :— નગર, ગામ કે શેરીના સર્વ ઘરોમાં ગમે ત્યાંથી ભિક્ષા લેનાર સાધુ સર્વચારી કહેવાય છે. સ્થાન-૪, ઉર્દૂ.-૪, સૂત્ર-૩૪માં મત્સ્યની ઉપમા દ્વારા ચાર પ્રકારના ભિક્ષુઓનું કથન છે. અહીં સર્વચારી સહિત પાંચ પ્રકારના ભિક્ષુ કહ્યા છે. યાચકના પ્રકાર : ३२ पंच वणीमगा पण्णत्ता, तं जहा अतिहिवणीमगे, किवणवणीमगे, માદળ- વળીમળે, સાળવળીમને, સમળવણીમને ભાવાર્થ :- વનીપક(યાચક)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અતિથિવનીપક (૨) કૃપણ વનીપક (૩) બ્રાહ્મણ વનીપક (૪) શ્વાન વનીપક (પ) શ્રમણ વનીપક. વિવેચન : યાચકોની વિવિધ પ્રકારની વૃત્તિ અને પ્રવૃત્તિના આધારે તેના પાંચ ભેદ થાય છે.
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy