________________
૮૪ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
थिरसत्ते, उदयणसत्ते ।
ભાવાર્થ :- પુરુષના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) હી સત્ત્વ- મન(ઇચ્છા) વિના લજ્જાવશ હિંમત રાખનારા (૨) હી મન સત્ત્વ- મનથી લજ્જાવશ હિંમત રાખનારા (૩) ચલ સર્વે- હિંમત હારનારા (૪) સ્થિર સત્ત્વ- વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત ટકાવી રાખનારા દઢ મનોબલી (૫) ઉદયન સ- ઉત્તરોત્તર પ્રવર્ધમાન સત્ત્વ અથવા વિકાસશીલ પરાક્રમવાળા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માનવીય સત્ત્વની તરતમતા નિર્દિષ્ટ છે. હી સત્ત્વ :- હી = લજ્જા, સત્ત્વ = સામર્થ્ય, શક્તિ, માનસિક વૈર્ય, મનોબળ. લજ્જાથી ઉત્પન્ન થતાં સામર્થ્યને હી સત્ત્વ કહે છે. જેમ કોઈ યોદ્ધો યુદ્ધ મેદાનમાંથી પાછો ફરીશ તો લોકો હાંસી કરશે, આ પ્રકારની લજ્જાના કારણે પોતાની પ્રવૃત્તિ ટકાવી રાખે છે. લોકલાજના કારણે તે મન વિના પણ યુદ્ધમાં પ્રવૃત્તિશીલ બની રહે છે.
હી મન સત્તા - લજ્જાથી પોતાના મનને પણ સત્ત્વશીલ બનાવી રાખે છે. અર્થાત્ જે વ્યક્તિ લજ્જાના કારણે મનમાં પણ ઉત્સાહશીલ બની મનયુક્ત કાયાથી પ્રવૃત્તિશીલ બની રહે છે. તે હી મન સત્ત્વ પુરુષ કહેવાય છે. ચલ સત્વ :- જે વ્યક્તિ શક્તિશાળી હોય પરંતુ શક્તિ પ્રદર્શનના પ્રસંગે શિથિલ બની જાય, ધૈર્યથી વિચલિત થઈ જાય, અસ્થિર બની જાય; તે ચલ સત્ત્વવાળા કહેવાય છે. સ્થિર સત્વ - જેની શક્તિ પાછળ ઉત્સાહનો મહાસાગર લહેરાતો હોય. પરીષહ-ઉપસર્ગોની સામે તે અડગ ઊભા રહે. પોતાનું પૌરુષ બતાવે, ક્યારે ય ગભરાય નહીં, તે સ્થિર સત્ત્વ કહેવાય છે. ઉદયન સત્ત્વ – જેનું સત્ત્વ ઉદયમાન હોય, અનંત શક્તિયુક્ત હોય તેને ઉદયન સત્ત્વ કહે છે.
સ્થિર સત્ત્વ અને ઉદયન સત્ત્વ ઉત્કૃષ્ટ છે. હૃી સત્ત્વ અને સ્ટ્રી મન સત્ત્વ મધ્યમ છે જ્યારે ચલ સત્ત્વ જઘન્ય છે. સ્થાન-૪, ઉદ્દે.-૩, સૂત્ર-૮રમાં ચાર પ્રકારના સત્ત્વ કહ્યા છે. અહીં ઉદયન સર્વ સહિત પાંચ પ્રકારના સત્ત્વનું કથન છે. ગમન દષ્ટિએ મત્સ્ય તથા ભિક્ષુ પ્રકાર:३१ पंच मच्छा पण्णत्ता, तं जहा- अणुसोयचारी, पडिसोयचारी, अंतचारी, मज्झचारी, सव्वचारी।
___ एवामेव पंच भिक्खागा पण्णत्ता, तं जहा- अणुसोयचारी, पडिसोयचारी, अंतचारी, मज्झचारी, सव्वचारी ।