________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૩
[ ૮૧ |
રાજા નિશ્રા – જૈન શ્રમણ રાજાની આજ્ઞા અનુસાર જ તેના રાજ્યમાં વિચરણ કરે છે. આ રીતે સાધુને ધર્મપાલનમાં રાજા પણ આલંબનભૂત બને છે. ગૃહસ્થ નિશ્રા :- ગૃહસ્થ સાધુને વસતિ-ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર, આહાર, ઔષધિ વગેરે આપી, તેની સાધનામાં મહાન ઉપકારી બને છે. તે જ તેની ઉપયોગિતા છે. શરીર નિશ્રા :- આત્મ સાધના શરીરના માધ્યમથી જ થઈ શકે છે. તેથી તેની અત્યંત ઉપયોગિતા છે. નિધિના પ્રકાર:| २५ पंच णिही पण्णत्ता, तं जहा- पुत्तणिही, मित्तणिही, सिप्पणिही, धणणिही,
ભાવાર્થ:- નિધિના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પુત્રનિધિ (૨) મિત્રનિધિ (૩) શિલ્પનિધિ (૪) ધનનિધિ (૫) ધાનિધિ.
વિવેચન :
ધન આદિના નિધાન અથવા ભંડારને નિધિ કહે છે, પુત્ર વૃદ્ધાવસ્થામાં માતા-પિતાની સેવા કરે છે, નિર્વાહ કરે છે, આનંદ અને સુખનું નિમિત્ત બને છે. મિત્ર સમયે સમયે ઉત્તમ વિચારણા દ્વારા સહાયતા કરે છે. તે પણ આનંદનું નિમિત્ત છે માટે નિધિરૂપ છે. શિલ્પકલા આજીવિકાનું સાધન છે. ધન અને ધાન્ય તો સાક્ષાત્ સદા ઉપકારક અને નિર્વાહનું કારણ છે. તેથી આ પાંચને નિધિ કહે છે. શુદ્ધિકારક દ્રવ્યો - २६ पंचविहे सोए पण्णत्ते, तं जहा- पुढविसोए, आउसोए, तेउसोए, मंतसोए, बंभसोए। ભાવાર્થ :- શૌચ(દ્ધિ)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીશૌચ (૨) જલશૌચ (૩) અગ્નિશૌચ (૪) મંત્રશૌચ (૫) બ્રહ્મશૌચ. વિવેચન :સોw :- શુદ્ધિ અને શુદ્ધિના સાધનને શૌચ કહે છે. તેના બે પ્રકાર છે– (૧) દ્રવ્યશૌચ- બાહ્ય મલિનતાની શુદ્ધિ અને તેની શુદ્ધિના સાધન (૨) ભાવશૌચ- આત્માની મલિનતા રૂપ કષાયાદિ ભાવોની શુદ્ધિ અને તેની શુદ્ધિના સાધન.
(૧, ૨, ૩) માટી, પાણી, અગ્નિશૌચ- આ ત્રણે દ્રવ્યોથી વાસણ, વસ્ત્ર, સુવર્ણાદિની શુદ્ધિ થાય