________________
[ ૮૦]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
વસ્ત્રનું કથન છે. સ્થાન-૩, ઉદ્દે.-૩, સૂત્ર-૮માં સાધુને કલ્પનીય ત્રણ પ્રકારનાં વસ્ત્રનું કથન છે, યથા(૧) નધિ- ઉનના વસ્ત્ર, (૨) મm-શણના વસ્ત્ર, (૩) વોમિ- રૂના વસ્ત્ર.
ત્યાં બપિ શબ્દથી જ શણ આદિ સર્વ વનસ્પતિજન્ય વસ્ત્રનું ગ્રહણ થાય છે. પરંતુ અહીં શણના વસ્ત્ર માટે 'સાઈ' શબ્દપ્રયોગ હોવાથી મનિશબ્દનો અર્થ અતસીની છાલ આદિ વનસ્પતિજન્ય વસ્ત્ર કર્યો છે.
આ સુત્રમાં સાધુને પાંચ પ્રકારના રજોહરણ ધારણ કરવા કલ્પનીય કહ્યા છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે. વિશેષ વિવેચન છેદ સૂત્રમાં છે. વળ્યાન્વિય, મુનાન્વિય-વન્દ્ર એટલે દર્ભના આકારવાળું એક પ્રકારનું મોટું ઘાસ, મુંજ પણ એક પ્રકારનું ઘાસ છે. પવિય એટલે કૂટવું. આ ઘાસને કૂટી તેમાંથી તાર કાઢી રજોહરણ બનાવવા. આ બંને પ્રકારના રજોહરણ ઊનાદિના રજોહરણ કરતા કઠોર હોય છે. માટે ઉત્સર્ગ માર્ગમાં સાધુ તેને ગ્રહણ ન કરે. આ સૂત્રના વિસ્તૃત વિવેચન માટે જુઓ- શ્રી બૃહકલ્પ સૂત્ર ઉદ્દે-૩. સાધુના નિશ્વાસ્થાન :२४ धम्मण्णं चरमाणस्स पंच णिस्साट्ठाणा पण्णत्ता, तं जहा- छक्काया,
છે, યા, ગાફાવ, સરર | ભાવાર્થ :- ધર્માચરણ કરનારા સાધુના પાંચ નિશ્રા(આલંબન) સ્થાન છે, તે આ પ્રમાણે છે- (૧) શકાય (૨) ગણ (૩) રાજા (૪) ગૃહપતિ (૫) શરીર.
વિવેચન :ખિસ્સાકાત-આલંબન સ્થાન, ઉપકારક સ્થાન તેમજ ઉપયોગી સ્થાનને નિશ્રાસ્થાન કહેવાય છે. સાધુ માટે પાંચ સ્થાન ઉપયોગી છે. તેની ઉપયોગિતાનો સંકેત વૃત્તિકારે આ પ્રમાણે કર્યો છે– છવાયા છે કાય નિશ્રાના છ પ્રકાર છે– (૧) પૃથ્વી નિશ્રા-ભૂમિ પર ઊભા રહેવું, બેસવું, સૂવું, મળ-મૂત્ર વિસર્જનાદિ ક્રિયામાં પૃથ્વીની ઉપયોગિતા છે. (૨) જળ નિશ્રા- વસ્ત્ર ધોવા, તુષા નિવારણ, શરીર શુદ્ધિ કરવી વગેરે ક્રિયામાં પાણીની ઉપયોગિતા છે. (૩) અગ્નિ નિશ્રા અગ્નિ દ્વારા પદ્મ રસોઈની પ્રાપ્તિ, ભસ્માદિ મેળવવા વગેરેમાં અગ્નિની ઉપયોગિતા છે. (૪) વાયુનિશ્રા–શ્વાસરૂપે અચિત્ત વાયુનું ગ્રહણ. રોમાહાર વગેરેમાં વાયુની ઉપયોગિતા છે. (૫) વનસ્પતિનિશ્રા- સંતારક, પાટ, ફલક, વસ્ત્ર, ઔષધિની પ્રાપ્તિમાં વનસ્પતિની ઉપયોગિતા છે. () ત્રસ નિશ્રા-દૂધ, દહીં, ઘી, ઉનના વસ્ત્ર, રજોહરણ વગેરેની પ્રાપ્તિમાં તથા મનુષ્ય, દેવ વગેરે સંયમ સાધનામાં સહાયક બને તે ત્રસ જીવોની ઉપયોગિતા છે. ગણ નિશ્રા - ગણમાં રહેવાથી વિનયની પ્રાપ્તિ થાય છે. નિરંતર થતી સારણા, વારણાથી અનેક પ્રકારના દોષોથી રક્ષા થાય છે અને ઘણા કર્મોની નિર્જરા થાય છે તે ગણની ઉપયોગિતા છે.