________________
સ્થાન - ૫ : ઉદ્દેશક- ૩
૭૯
ભાવાર્થ :- સ્નાતક નિગ્રંથના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અચ્છવિ સ્નાતક- કાય યોગનો નિરોધ કરનારા (૨) અસબલ સ્નાતક– નિર્દોષ ચારિત્રના ધારક (૩) અકર્માંશ સ્નાતક કર્મોનો સર્વથા નાશ કરનારા (૪) સંશુદ્ધ જ્ઞાન-દર્શનધર સ્નાતક– વિમલ કેવલજ્ઞાન, કેવલ દર્શનના ધારક અર્હત, કેવળી, જિન (૫) અપરિશ્રાવી સ્નાતક– સંપૂર્ણ કાય યોગનો નિરોધ કરનારા અયોગી જિન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુલાક આદિ નિગ્રંથોના સામાન્યરૂપે પાંચ પાંચ ભેદ કહ્યા છે. આ ભેદ અને તેનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્ર શતક-૨૫ પ્રમાણે જાણવું.
પુલાક લબ્ધિ ઃ– નવ પૂર્વથી અધિક શ્રુતજ્ઞાનધારી કોઈ શ્રમણને આ લબ્ધિ ઉત્પન્ન થાય છે. આ લબ્ધિના પ્રયોગથી રાજા, ચક્રવર્તી વગેરેના અવિવેકપૂર્ણ આદેશ વ્યવહારના સમયે તેને દંડિત કરી શકાય છે, શિક્ષા આપી શકાય છે, ભયભીત કરી શકાય છે. આ લબ્ધિપ્રયોગ કરનાર શ્રમણ પુલાક નિગ્રંથ કહેવાય છે અને પુલાક લબ્ધિની સત્તાવાળા નિગ્રંથ કષાયકુશીલ નિગ્રંથ કહેવાય છે.
સાધુને કલ્પનીય વસ્ત્ર અને રજોહરણ
२२ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पंच वत्थाइं धारित्तए वा परिहरेत्तए વા, तं નહા- નળિ, મણિ, સાબર, પોત્તિ, તિરીડપ ખામ પંચમજ્
=
ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓને પાંચ પ્રકારના વસ્ત્ર રાખવા અને તેનો ઉપયોગ કરવો કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) જાંગમિક– જંગમ એટલે ત્રસ જીવો, ઘેટા વગેરેની રૂંવાટીથી બનતા કંબલ વગેરે (૨) ભાંગિક– અતસી(અળસી)ની છાલથી બનેલા વસ્ત્રો (૩) સાનિક– શણના વસ્ત્ર (૪) પોતક– કપાસ(રૂ)થી બનેલા વસ્ત્રો (૫) તિરીટ પટ્ટ– લોધની છાલથી બનેલા વસ્ત્રો.
| २३ कप्पणिग्गंथाण वा णिग्गंथीण वा पंच रयहरणाई धारित्तए वा परिहरेत्तए વા, તં નહા- કળિ, કટ્ટિ, સાળા, વ—ાપિષ્વિ, મુંગપિષ્વિદ્ ામ પંચમમ્ ।
ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓને પાંચ પ્રકારના રજોહરણ રાખવા અને ધારણ કરવા કલ્પે છે, તે આ પ્રમાણે– (૧) ઔર્ણિક– ઘેટાની ઉત્તથી બનેલો રજોહરણ (૨) ઔષ્ટ્રિક– ઊંટના વાળથી બનેલો રજોહરણ (૩) સાનિક– સણથી બનેલો રજોહરણ (૪) વચ્ચેાપિચ્ચિય– વલ્લજ નામના તૃણમાંથી બનેલો રજોહરણ (૫) મુંજપિચ્ચિય- મુંજને કૂટીને તેમાંથી બનેલો રજોહરણ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગંળિ, વંશિય્, સાળ૬, પોત્તિર્ અને સિરીઽપટ્ટણ્ તે પાંચ પ્રકારના