________________
[ ૭૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ :- પુલાક નિગ્રંથના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાન પુલાક– જ્ઞાનના નિમિત્તે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે તે. (૨) દર્શન પુલાક– દર્શનના નિમિત્તે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે તે. (૩) ચારિત્ર પુલાક– ચારિત્રના નિમિત્તે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે તે. (૪) લિંગ પુલાક– ઉપકરણ અને વેશભૂષા નિમિત્તે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે તે. (૫) યથાસૂક્ષ્મ પુલાક– અન્ય કોઈપણ નિમિત્તે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે છે. |१८ बउसे पंचविहे पण्णत्ते, तं जहा- आभोगबउसे, अणाभोगबउसे, संवुडबउसे, असंवुडबउसे, अहासुहुमबउसे णामं पंचमे । ભાવાર્થ:- બકુશ નિગ્રંથના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આભોગ બકુશ– સંયમ સ્વરૂપને જાણવા છતાં જાણી જોઈને શરીરાદિને વિભૂષિત કરનારા (૨) અનાભોગ બકુશ- સંયમ સ્વરૂપને નહીં જાણતા શરીરાદિને વિભૂષિત કરનારા (૩) સંવૃત બકુશછૂપી રીતે શરીરાદિને વિભૂષિત કરનારા (૪) અસંવૃત બકુશ– પ્રગટરૂપે શરીરાદિને વિભૂષિત કરનારા (૫) યથાસૂમબકુશ– પ્રગટ કે અપ્રગટરૂપે શરીરાદિની સૂક્ષ્મ વિભૂષા કરનારા. |१९ कुसीले पंचविहे पण्णत्ते, तं जहा- णाणकुसीले, दसणकुसीले, चरित्तकुसीले, लिंगकुसीले, अहासुहुमकुसीले णाम पंचमे । ભાવાર્થ :- કુશીલ નિગ્રંથના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાન કુશીલ- જ્ઞાનના નિમિત્તે મૂલગુણ કે ઉત્તરગુણમાં દોષ લગાડનારા. (૨) દર્શન કુશીલ- દર્શન અને દાર્શનિક સિદ્ધાંતોના નિમિત્તે દોષ સેવન કરનારા. (૩) ચારિત્ર કુશીલ- ચારિત્ર પાલન નિમિત્તે દોષ સેવન કરનારા. (૪) લિંગ કુશીલસાધુલિંગ નિમિત્તે દોષ સેવન કરનારા. (૫) યથાસૂક્ષ્મ કુશીલ– જ્ઞાનાદિ સિવાયના અન્ય કોઈપણ નિમિત્તે સંયમમાં દોષ લગાડનારા. | २० णियंठे पंचविहे पण्णत्ते, तं जहा- पढमसमयणियंठे, अपढसमयणियंठे, चरिमसमयणियंठे, अचरिमसमयणियंठे, अहासुहुमणियंठे णामं पंचमे । ભાવાર્થ - નિગ્રંથ(છદ્મસ્થ વીતરાગ)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ સમય નિગ્રંથ – નિગ્રંથ દશાને પ્રાપ્ત પ્રથમ સમયવર્તી નિગ્રંથ. (૨) અપ્રથમ સમય નિગ્રંથ નિગ્રંથ દશાને પ્રાપ્ત દ્વિતીય આદિ સમયવર્તી નિગ્રંથ. (૩) ચરમ સમયવર્તી નિગ્રંથ- નિગ્રંથ દશાના અંતિમ સમયવર્તી નિગ્રંથ. (૪) અચરમ સમયવર્તી નિગ્રંથ- અંતિમ સમય સિવાય શેષ સમયવર્તી નિગ્રંથ. (૫) યથાસૂક્ષ્મ નિગ્રંથનિગ્રંથ દશાના અંતર્મુહૂર્તમાં પ્રથમ અથવા ચરમ આદિની વિવક્ષા વિના સર્વ સમયોમાં વર્તમાન નિગ્રંથ. | २१ सिणाए पंचविहे पण्णत्ते, तं जहा- अच्छवी, असबले, अकम्मसे, संसुद्धणाण- दसणधरे अरहा जिणे केवली, अपरिस्साई ।