________________
[ ૮૨
શ્રી ઠાણાગ સૂત્ર-૨
છે. (૪) મંત્રશૌચ- મંત્ર બોલીને ગૃહ શુદ્ધિ થાય, તેમજ કોઈ મકાનાદિમાં વ્યંતરાદિ દેવોનો વાસ હોય તેને મંત્રાદિ દ્વારા દૂર કરી શકાય છે. તેથી મંત્ર દ્રવ્યશૌચ છે અને મંત્ર બોલીને મનની શુદ્ધિ કરવી તે ભાવશૌચ છે. બ્રહ્મશૌચ બ્રહ્મચર્યાદિ સદુ અનુષ્ઠાનથી આત્માની શુદ્ધિ થાય છે. વૃત્તિકાર કહે છે કે બ્રહ્મશૌચથી સત્યશૌચ, તપશૌચ, ઇન્દ્રિયનિગ્રહશૌચ અને સર્વભૂત દયાશૌચનું ગ્રહણ થઈ જાય છે. આ ભાવશૌચ છે.
આ રીતે સુત્રોક્ત પાંચ પ્રકારના શૌચમાંથી પ્રથમના ત્રણ પ્રકાર દ્રવ્યશૌચમાં અને ચોથો પ્રકાર દ્રવ્ય અને ભાવ બન્નેમાં ઘટે છે અને પાંચમો પ્રકાર ભાવશૌચ છે.
છદ્મસ્થ અને કેવળીના જ્ઞાનની ક્ષમતા :२७ पंच ठाणाइंछउमत्थे सव्वभावेणं ण जाणइ ण पासइ, तंजहा- धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं, जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं ।
एयाणि चेव उप्पण्णाणदसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ, पासइ तं जहा- धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं, जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं । ભાવાર્થ:- છvસ્થ મનુષ્ય પાંચ સ્થાનને સર્વથા સંપૂર્ણરૂપે જાણતા નથી અને જોતા નથી, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (૫) પુદ્ગલ પરમાણુ.
પરંતુ સંપૂર્ણ જ્ઞાન અને દર્શનના ધારક અહંત, જિન, કેવલી, આ પાંચ સ્થાનને સર્વ ભાવથી સંપૂર્ણરૂપે જાણે છે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (૫) પુદ્ગલ પરમાણુ.
વિવેચન :
છવાસ્થ:- છદ્મનો અર્થ છે આવરણ. જે જીવોને ઘાતકર્મોનું આવરણ વિદ્યમાન હોય, તે છાસ્થ કહેવાય છે. બાર ગુણસ્થાન સુધીના સર્વ જીવો છદ્મસ્થ છે. તેઓ દ્રવ્યને સર્વથાભાવે, સર્વરૂપે, સર્વ પર્યાયને જાણી કે જોઈ શકતા નથી. પરમાવધિ, વિપુલમતિ મન:પર્યવજ્ઞાની, શ્રુત કેવળીનું જ્ઞાન અતિ નિર્મળ હોવા છતાં તેઓ દ્રવ્યની સર્વ પર્યાયને જાણી શકતા નથી.
કેવળજ્ઞાન અને કેવળ દર્શનના ધારક, ૧૩-૧૪ ગુણસ્થાનવર્તી કેવળી ભગવાન તથા સિદ્ધ ભગવાન સર્વ દ્રવ્યને સર્વ પર્યાય સહિત જાણે અને જુએ છે.
છદ્મસ્થના અવિષયભૂત અને કેવળીના વિષયભૂત દશ સ્થાન છે, તે દસ સ્થાન આ પ્રમાણે છે