________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૩
[[ ૭૫ |
છે. કાન, આંખ, નાક, જીભ, ત્વચા તે પાંચ ઇન્દ્રિય છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તેના વિષય છે.
પ્રસ્તુત સૂત્રમાં પાંચ ઇન્દ્રિયાર્થનું કથન છે. સ્થાન-૬, સૂત્ર-૧૩માં નોઇન્દ્રિય સહિત છ ઇન્દ્રિયાર્થનું કથન છે.
મુંડન પ્રકાર :| ९ पंच मुंडा पण्णत्ता, तं जहा- सोइदियमुंडे, चक्खिदियमुंडे, घाणिदियमुंडे, जिभिदियमुंडे, फासिंदियमुंडे । अहवा पंच मुंडा पण्णत्ता, तं जहा- कोहमुंडे, माणमुंडे, मायामुंडे, लोभमुंडे, सिरमुंडे । ભાવાર્થ:- મુંડ(ઇન્દ્રિય વિષયમાં રાગદ્વેષનો ત્યાગ કરનાર, ઇન્દ્રિય વિજેતા)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોતેન્દ્રિય મુંડ- શુભ, અશુભ શબ્દોમાં રાગદ્વેષના વિજેતા (૨) ચક્ષુરિન્દ્રિય મુંડ- શુભ, અશુભ રૂપોમાં રાગદ્વેષના વિજેતા (૩) ઘ્રાણેન્દ્રિય મુંડ- શુભ, અશુભ ગંધમાં રાગદ્વેષના વિજેતા (૪) જિહેન્દ્રિય મુંડ- શુભ, અશુભ રસમાં રાગદ્વેષના વિજેતા (૫) સ્પર્શેન્દ્રિય મુંડ- શુભ અશુભ સ્પર્શમાં રાગદ્વેષના વિજેતા.
અથવા મુંડના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ મુંડ- ક્રોધ કષાયના વિજેતા (૨) માન મુંડ-માન કષાયના વિજેતા (૩) માયા મુંડ- માયા કષાયના વિજેતા (૪) લોભ મુંડ- લોભ કષાયના વિજેતા (૫) શિરો મુંડ- મસ્તકના કેશનું મુંડન કરનાર, મુંડ મસ્તકવાળા. વિવેચન :મુંડનઃ-મુંડન-અપનયન મુદ: મુંડ એટલે દૂર કરવું. તેના બે ભેદ છે, દ્રવ્યથી અને ભાવથી.દ્રવ્યમુંડનમસ્તક પરના વાળને દૂર કરવા. શિરોમુંડન તે દ્રવ્ય મુંડન છે. ભાવમુંડન- ઇન્દ્રિયોના વિષયોમાંથી આસક્તિને દૂર કરવી, તેમાં રાગદ્વેષ ન કરવા તથા ક્રોધાદિ કષાયને દૂર કરવા, કષાય વિજયને ભાવમુંડન કહે છે.
ઈન્દ્રિયમંડન-ઇન્દ્રિયોને તેના વિષયમાં આસક્ત થવા ન દેવી; ઈષ્ટ, અનિષ્ટ પદાર્થ પ્રતિ રાગદ્વેષના પરિણામ થવા ન દેવા, તેમાં સમભાવ રાખવો તે ઇન્દ્રિયમુંડન છે. પાંચ ઇન્દ્રિયોની અપેક્ષાએ તેના પાંચ ભેદ છે.
કષાયમુંડન- ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે કષાયોથી નિવૃત્ત થવું તે કષાયમંડન છે. ચાર કષાયની અપેક્ષાએ તેના ચાર ભેદ છે.
દસ પ્રકારના મુંડનમાંથી પ્રથમના નવ પ્રકારના મુંડન ભાવમુંડન છે અને અંતિમ મુંડન દ્રવ્ય મુંડન છે. અહીં સૂત્રકારે પાંચમું સ્થાન હોવાથી પાંચ પાંચના બે આલાપક દ્વારા દસ મુંડનનું કથન કર્યું છે. સ્થાન-૧૦, સૂત્ર-૯૧માં આ જ દસ મુંડનનું એક સૂત્ર દ્વારા કથન કર્યું છે.