________________
[ ૭૬]
શ્રી ઠાણાગ સત્ર-૨
ત્રણે લોકમાં બાદર શરીરી જીવો - १० अहेलोगे णं पंच बायरा पण्णत्ता, तं जहा- पुढविकाइया, आउकाइया, वाऊ- काइया, वणस्सइकाइया, ओराला तसा पाणा । ભાવાર્થ :- અધોલોકમાં પાંચ પ્રકારના બાદર જીવો છે, તે આ પ્રમાણે છે- (૧) પૃથ્વીકાયિક (૨) અખાયિક (૩) વાયુકાયિક (૪) વનસ્પતિકાયિક (૫) ઉદાર ત્રસ(બેઇન્દ્રિયાદિ) પ્રાણી. ११ उड्डलोगे णं पंच बायरा पण्णत्ता, तं जहा- एवं चेव । ભાવાર્થ - ઊર્ધ્વલોકમાં અધોલોકની જેમ જ પાંચ પ્રકારના બાદર જીવો જાણવા. |१२ तिरियलोगे णं पंच बायरा पण्णत्ता, तं जहा एगिदिया जाव पंचिंदिया । ભાવાર્થ – તિર્યલોકમાં પાંચ પ્રકારના બાદર જીવો છે, તે આ પ્રમાણે છે– એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય જીવો. १३ पंचविहा बायरतेउकाइया पण्णत्ता, तं जहा- इंगाले, जाले, मुम्मुरे,
વી, અનાથ ભાવાર્થ :- બાદર તેજસુકાયિક જીવોના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અંગાર- સળગેલો અગ્નિપિંડ-કોલસાની અગ્નિ (૨) જવાલા- બળતી અગ્નિની મૂળમાંથી છેદાયેલી શિખા (૩) મુરરાખથી ઢંકાયેલા અગ્નિકણ(ભારેલો અગ્નિ) (૪) અર્ચિ–બળતા કાષ્ઠાદિની અછિન્ન જ્વાળા (૫) અલાતબળતા લાકડા અથવા ભટ્ટાની અગ્નિ. १४ पंचविहा बादरवाउकाइया पण्णत्ता, तं जहा- पाईणवाए, पडीणवाए, दाहि- णवाए, उदीणवाए, विदिसवाए ।
ભાવાર્થ :- બાદર વાયુકાયિક જીવના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) પૂર્વ દિશાનો પવન (૨) પશ્ચિમ દિશાનો પવન (૩) દક્ષિણ દિશાનો પવન (૪) ઉત્તર દિશાનો પવન (૫) વિદિશાઓનો પવન અર્થાત્ ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઊર્ધ્વ અને અધો દિશાઓનો વાયુ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ઊર્ધ્વલોક અને અધોલોકમાં બાદર જીવોનું કથન પૃથ્વીકાય વગેરે કાયથી કર્યું છે. છકાયમાંથી અગ્નિકાયને છોડી શેષ પાંચકાય ઊર્ધ્વ અને અધોલોકમાં હોય છે. બાદર અગ્નિ તિર્યશ્લોકમાં હોય છે અને તેમાં પણ અઢીદ્વીપમાં જ હોય છે. જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની બે વિજય અધોલોક સુધી વ્યાપ્ત છે, તે આશ્રી ત્યાં અગ્નિકાય સંભવે છે પરંતુ તે ક્ષેત્ર અત્યંત અલ્પ હોવાથી તેની વિવક્ષા અહીં કરી નથી.