________________
૭૪
શ્રી ઠાણાગ સુત્ર-૨
પંચાસ્તિકાય દ્રવ્યો : - | વિગત | ધર્માસ્તિકાય | અધમસ્તિકાય | આકાશાસ્તિકાય | જીવાસ્તિકાય | પુદ્ગલાસ્તિકાય દ્રવ્યથી એક એક | એક
અનંત
અનંત ક્ષેત્રથી લોક પ્રમાણ લોક પ્રમાણ લોકાલોક પ્રમાણ | લોક પ્રમાણ લોક પ્રમાણ
કાળથી
ત્રણે કાળમાં અસ્તિત્વ
ત્રણે કાળમાં અસ્તિત્વ
ત્રણે કાળમાં અસ્તિત્વ
ત્રણે કાળમાં અસ્તિત્વ
ત્રણે કાળમાં અસ્તિત્વ
ભાવથી
અરૂપી
અરૂપી
અરૂપી
રૂપી
અરૂપી ઉપયોગ
ગુણથી | ચલન સહાય
સ્થિર સહાય
અવગાહના
|
ગ્રહણગુણ
ગતિના પ્રકાર :| ७ पंच गईओ पण्णत्ताओ, तं जहा-णिरयगई, तिरियगई, मणुयगई, देवगई, સિદ્ધિા / ભાવાર્થ:- ગતિના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (૩) મનુષ્યગતિ (૪) દેવગતિ (૫) સિદ્ધગતિ. વિવેચન :
પ્રથમની ચાર ગતિમાં ગતિ નામકર્મના ઉદયે જીવ જે અવસ્થા વિશેષને પ્રાપ્ત થાય, તેને ગતિ કહે છે. પાંચમી સિદ્ધગતિમાં જીવ કર્મના ક્ષયથી પોતાની સહજ સ્વભાવ દશાને પ્રાપ્ત થાય, તેને સિદ્ધગતિ કહે છે. ત્યાં પણ જીવ ગમન કરીને જાય છે. તે અપેક્ષાએ તેને ગતિ કહી છે. ઈન્દ્રિય-વિષયોઃ
८ पंच इंदियत्था पण्णत्ता, तं जहा- सोइदियत्थे, चक्खिदियत्थे, घाणिदियत्थे, जिभिदियत्थे, फासिंदियत्थे । ભાવાર્થ:- ઇન્દ્રિયોના પાંચ અર્થ(વિષય) છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોત્રેન્દ્રિયનો અર્થ(વિષય) શબ્દ (૨) ચક્ષુરિન્દ્રિયનો વિષય રૂ૫ (૩) ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ (૪) જિહેન્દ્રિયનો વિષય રસ (૫) સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ છે.
વિવેચન :ઇક્રિયા - ઇન્દ્ર એટલે આત્મા, તેનું જે સાધન તે ઇન્દ્રિય. ઇન્દ્રિય દ્વારા જે વિષય ગ્રહણ થાય તેને અર્થ કહે