________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૩
[ ૭૩ ]
સાથે પ્રદેશોના સમુદાય રૂપ હોય તે અસ્તિકાય કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં આ પાંચે દ્રવ્યોનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ આ પાંચ અપેક્ષાએ કથન કર્યુ છે.
દ્રવ્યથી :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અખંડ દ્રવ્ય હોવાથી દ્રવ્યથી એક રૂપ છે. જીવ અને પુદ્ગલ અનંત છે. ક્ષેત્રથી :- આકાશાસ્તિકાયને છોડીને શેષ દ્રવ્યો લોક પ્રમાણ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સમગ્ર રૂપે લોકમાં વ્યાપક છે. જ્યારે એક જીવ અને એક પુદ્ગલ દ્રવ્ય સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત નથી, પરંતુ અનંત જીવો અને અનંત પુગલોની અપેક્ષાએ તે સંપૂર્ણ લોકમાં ભરેલા છે. તેમજ એક જીવમાં લોક પ્રમાણ અસંખ્યાત આત્મપ્રદેશો હોય છે. આકાશાસ્તિકાય, લોક અને અલોકમાં સમગ્ર રૂપે વ્યાપ્ત છે. તેથી તે લોકાલોક પ્રમાણ છે. કાલથી – પાંચે દ્રવ્યો ત્રિકાલ શાશ્વત છે. પાંચે દ્રવ્યોની નિત્યતા પ્રદર્શિત કરવા સૂત્રકારે સાત વિશેષણોનો પ્રયોગ કર્યો છે.
ધુવાદિ સાત વિશેષણોઃ- યુવે = ત્રણે કાળમાં તેઓનું અસ્તિત્વ હોવાથી ધ્રુવ છે.fફા = સદા એક જ રૂપે સ્થિત હોવાથી નિયત, સાસણ = કાયમ તેનો સદ્ભાવ હોવાથી શાશ્વત, અ = ક્યારે ય ક્ષય ન થવાથી, પરિપૂર્ણ હોવાથી અક્ષય, અવ્વ = અવ્યય, પર્યાયોનો નાશ થવા છતાં ક્યારે ય નષ્ટ થતું ન હોવાથી અવ્યય, અવકિપ = નિશ્ચલ. ઉત્પત્તિ-વિનાશ વચ્ચે નિશ્ચલ હોવાથી અવસ્થિત, ઉપવે = તેના ગુણો સૈકાલિક હોવાથી તે નિત્ય છે.
ભાવથીઃ- ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યો વર્ણાદિ રહિત અર્થાત્ અરૂપી છે અને પુદ્ગલાસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યુક્ત અર્થાત્ રૂપી છે.
ગુણથી - તે પાંચે દ્રવ્યોના ભિન્ન-ભિન્ન ગુણ છે. કાનન :- ગમન સહાય. ગતિશીલ જીવ અને પુલની ગતિમાં સહાયક બનવું તે ધર્માસ્તિકાયનો ગુણ છે. તાળકુળ :-સ્થિર સહાય. જીવ અને પુદ્ગલની સ્થિરતામાં સહાયક થવું તે અધર્માસ્તિકાયનો ગુણ છે. અવIITY – અવગાહના આપવી. દ્રવ્યોને સ્થાન આપવું તે આકાશાસ્તિકાયનો ગુણ છે. ૩વાપુ -પદાર્થને જાણવા તત્પર થવા રૂપ વ્યાપારને ઉપયોગ કહે છે. ઉપયોગ તે જીવનો ગુણ છે. મહાપુ – ગ્રહણ ગુણ. એક પુદ્ગલ દ્રવ્ય બીજા પુદ્ગલને ગ્રહણ કરે, ભેગા થાય, છૂટા થાય, જીવો પણ તેને ગ્રહણ કરે. આ રીતે ગ્રહણ, ધારણ અને નિસ્સરણ યોગ્ય હોવાથી પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ ગુણવાળું કહ્યું છે.