________________
૭૨ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
| ३ अधम्मत्थिकाए एवं चेव, णवरं गुणओ ठाणगुणे । ભાવાર્થ – અધર્માસ્તિકાય દ્રવ્ય પણ ધર્માસ્તિકાયની જેમ જ અવર્ણાદિરૂપ છે. તેમાં વિશેષતા એ છે કે તે ગુણની અપેક્ષાએ સ્થિરતાનુણવાળું છે અર્થાત્ સ્થિર થતાં જીવો અને પુદ્ગલોને સ્થિર થવામાં સહાયક છે.
४ आगासत्थिकाए एवं चेव णवरं खेत्तओ लोगालोग-पमाणमित्ते, गुणओ अवगाहणागुणे सेसं तं चेव । ભાવાર્થ - આકાશાસ્તિકાય દ્રવ્ય પણ ધર્માસ્તિકાયની જેમ જ અવર્ણાદિરૂપ છે. તેમાં વિશેષતા એ છે કે તે ક્ષેત્રની અપેક્ષાએ લોકાલોક પ્રમાણ અને ગુણની અપેક્ષાએ અવગાહના ગુણવાળું છે. | ५ जीवत्थिकाए णं एवं चेव, णवरं- दव्वओ णं जीवत्थिकाए अणंताइ दव्वाइं, गुणओ उवओगगुणे । ભાવાર્થ:- જીવાસ્તિકાય દ્રવ્ય પણ ધર્માસ્તિકાયાદિની જેમ જ અવર્ણાદિરૂપ છે. તેમાં વિશેષતા એ છે કે દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંત દ્રવ્ય છે. ગુણની અપેક્ષાએ ઉપયોગ ગુણવાળું છે.
६ पोग्गलत्थिकाए पंचवण्णे पंचरसे दुगंधे अट्ठफासे रूवी अजीवे सासए अवट्ठिए लोगदव्वे जाव दव्वओ णं पोग्गलत्थिकाए अणंताई दव्वाइं । खेत्तओ लोगपमाणमेत्ते, कालओ ण कयाइ णासि जाव भावओ वण्णमंते गंधमंते रसमंते फासमंते । गुणओ गहणगुणे । ભાવાર્થ :- પુદ્ગલાસ્તિકાય પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળું, રૂપી, અજીવ, શાશ્વત અવસ્થિતાદિરૂપ છે. યાવત્ (૧) દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્ય છે. (૨) ક્ષેત્રની અપેક્ષાએ તે લોક પ્રમાણ છે. (૩) કાલની અપેક્ષાએ- તે(ભૂતકાળમાં)ન હતું તેમ નથી, વર્તમાને નથી તેમ નથી, ભવિષ્યમાં રહેશે નહીં, તેમ પણ નથી. તેથી તે નિત્ય છે તેમ જાણવું. (૪) ભાવની અપેક્ષાએતે વર્ણવાન, ગંધવાન, રસવાન અને સ્પર્શવાન છે. (૫) ગુણની અપેક્ષાએ પુલાસ્તિકાય ગ્રહણ ગુણવાળું છે અર્થાત્ ઔદારિક આદિ શરીરરૂપે ગ્રહણ કરાય છે અને ઇન્દ્રિયો દ્વારા પણ ગ્રાહ્ય છે. પુરણ, ગલન ગુણવાળું તથા મળવું, છૂટા પડવું આદિ સ્વભાવવાળું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પંચાસ્તિકાય દ્રવ્યોનું સ્વરૂપ દર્શન છે.
સ્થિ
:- અસ્તિ એટલે વિદ્યમાન અને કાય એટલે પ્રદેશોનો સમુદાય. જે દ્રવ્યો વિદ્યમાન હોવાની