________________
સ્થાન -૫: ઉદ્દેશક- ૩
[૭૧]
સ્થાન-૫
ઉદ્દેશક-૩
અસ્તિકાય દ્રવ્યો - | १ पंच अस्थिकाया पण्णत्ता, तं जहा- धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगास- स्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए । ભાવાર્થ :- પાંચ અસ્તિકાય છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) જીવાસ્તિકાય (૫) પુદ્ગલાસ્તિકાય. | २ धम्मत्थिकाए अवण्णे अगंधे अरसे अफासे अरूवी अजीवे सासए अवट्ठिए लोगदव्वे । से समासओ पंचविहे पण्णत्ते, तं जहा- दव्वओ, વેરો, વનો, માવો, ગુખો .
दव्वओ णं धम्मत्थिकाए एगं दव्वं । खेत्तओ लोगपमाणमेत्ते । कालओ ण कयाइ णासी, ण कयाइ ण भवइ, ण कयाइ ण भविस्सइ; भुवि च भवइ य भविस्सइ य, धुवे णिइए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे । भावओ अवण्णे अगंधे अरसे अफासे । गुणओ गमणगुणे । ભાવાર્થ :- ધર્માસ્તિકાય અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ, અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત અને લોકવ્યાપી દ્રવ્ય છે.
સંક્ષેપથી તેના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી (૪) ભાવથી (૫) ગુણથી.
(૧) દ્રવ્યની અપેક્ષાએ– ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે. (૨) ક્ષેત્રની અપેક્ષાએ તે લોક પ્રમાણ છે. (૩) કાળની અપેક્ષાએ- તે કયારે ય ન હતું, એમ નથી; કયારે ય (વર્તમાને) નથી, એમ પણ નથી અને ભવિષ્યમાં નહીં હોય, એમ પણ નથી. તે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે. તેથી તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. (૪) ભાવની અપેક્ષાએ- તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. (૫) ગુણની અપેક્ષાએ તે ચલણ ગુણવાળું છે અર્થાત્ ગતિશીલ જીવો અને પુગલોને ગમન કરવામાં સહાયક છે.