________________
[૭૦]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
તાત્પર્ય એ છે કે આચાર્ય અને ઉપાધ્યાયે આત્મસાધના સાથે સંઘ કે ગણની પ્રતિષ્ઠા, મર્યાદા અને પ્રખ્યાતિ વધતી રહે તેવા કર્તવ્યો કરવા જોઈએ.
ઋદ્ધિમાન મનુષ્યો:६४ पंचविहा इडिमंता मणुस्सा पण्णत्ता, तं जहा- अरहंता, चक्कवट्टी, बलदेवा, वासुदेवा, भावियप्पाणो अणगारा । ભાવાર્થ :- ઋદ્ધિમાનું મનુષ્યના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) તીર્થકર (૨) ચક્રવર્તી (૩) બલદેવ (૪) વાસુદેવ (૫) ભાવિતાત્મા અણગાર. વિવેચન :
ફિ:- સામાન્યરૂપે વૈભવ, ઐશ્વર્ય અને સંપદાને ઋદ્ધિ કહે છે. વૃત્તિકારે આમર્ષોષધિ વગેરે અઠ્યાવીસ યોગશક્તિને ઋદ્ધિ કહી છે. અહંત, ચક્રવર્તી વગેરે પદ અને પદજન્ય ઋદ્ધિ તથા યોગજન્ય ઋદ્ધિ કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. અહીં પાંચ પ્રકારના ઋદ્ધિમાન પુરુષોનો ઉલ્લેખ છે. તેમાંથી પ્રથમના ચારની ઋદ્ધિ તેના પદ આશ્રી છે. ભાવિતાત્મા અણગારની ત્રઢદ્ધિ સંયમ-તપજન્ય લબ્ધિઓની અપેક્ષાએ છે.
ભાવિયખાનો અખIST:- (૧) તપ સંયમથી આત્માને પુષ્ટ કરનાર સાધકને ભાવિતાત્મા અણગાર કહેવાય છે. (૨) જેનો આત્મા અનિત્યાદિ બાર ભાવનાઓ, મૈત્રી વગેરે ચાર ભાવનાઓ, અભય, સહિષ્ણુતા વગેરેથી ભાવિત હોય છે, તેને ભાવિતાત્મા અણગાર કહે છે.
ચક્રવર્તી, બળદેવ, વાસુદેવની ઋદ્ધિ પુણ્યના ઉદયથી હોય છે. અહંતોની ઋદ્ધિ પૂર્વોપાર્જિત પુણ્યોદય અને વર્તમાનભવમાં ઘાતિકર્મના ક્ષયથી હોય છે અને ભાવિતાત્મા અણગારની ઋદ્ધિઓ વર્તમાન ભવની તપસ્યા વિશેષથી પ્રાપ્ત થાય છે.
- એ સ્થાન પર સંપૂર્ણ છે